ભાવનગર શહેરનામાં વિજતંત્ર અને વન વિભાગની ગંભીર બેદરકારીને લઈને અવાર-નવાર કુંભારવાડા વીસ્તારમાં પરદેશી પંખીઓ વિજ કરંટથી મોતને ભેટી રહ્યા છે. આવી ઘટનાનું ફરિ એકવાર પુનરાવર્તન થયું છે. જેમાં નવા બંદર વિસ્તારમાં આવેલ એક મીઠાના અગર પાસે ખોરાક પાણીની શોધમાં આવી ચડેલ યાયાવર પંખી ફ્લેમીંગો અત્રેથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને અડકી જતા વિજ શોને લઈને એક બાદ એક ૩૦ ફલેમીંગો મોતને ભેટયા હતાં.