દિન પ્રતિદિન પરિવહન ક્ષેત્રે થઈ રાજય સરકારના સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા આ હરિફાઈમાં ટકી રહેવા માટે સેવામાં ધરમૂળમાંથી ફેરફારો કરવા સાથો સાથ મુસાફરોને મહત્તમ આરામદાયક સફર પ્રદાન કરવા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
દેશના વિવિધ રાજયોમાં રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રવાસી પરિવહન સેવામાં શ્રેષ્ઠ શ્રેણીમાં ગુજરાતનો ત્રીજો ક્રમ આવ્યો છે. છેલ્લા એકાદ દસકાથી પ્રવાસી પરિવહન સેવાને લઈને સરકાર તંત્ર એલર્ટ બન્યું છે. સૌથી લાંબા અને ટુંકા અંતરની મુસાફરી માટે પ્રવાસીઓને મુસાફરી સમયે મહત્તમ અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરી શકાય તે માટે વિશેષ લક્ષ આપવામાં આવી રહ્યું છે.
એસ.ટી. તંત્ર મુસફારોને સારી સગવડ સાથે પરિવહન વિભાગ નફો રળતું થાય તે માટે તાજેતરમાં જ વિવિધ મહત્વના પગલાઓ તત્કાલ લેવામાં આવ્યા છે. જેમાં વર્ષો જુની અને અવરએજ થયેલ કન્ડમ બસોને સ્ક્રેપમાં ઉતારવામાં આવી રહી છે. અને ૭થી વધુ અલગ-અલગ પ્રકારની બસો રૂટ પર દોડાવવામાં આવી રહી છે. વર્ષોથી તંત્ર દેશની બે સર્વોચ્ચ કંપનીઓ પાસેથી બસોની ખરીદી કરતું હતું પરંતુ હવે તંત્ર દ્વારા જ નવી બસોનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના નરોડા સ્થિત વિશાળ મેઈન વર્કશોપ ડીવીઝનમાં કુળ કારીગરો દ્વારા અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી ઓધામાં ઓછુ ધ્વની પ્રદુષણ, હવાનું પ્રદુષણ થાય તે ઉપરાંત વાહન સારી માઈલેજ (એવરેજ) આપે તે બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સો સામે બાથ ભીડવા સ્લીપર, એ.સી.કોચ સહિતની આરામદાયક બસો સેવામાં મુકાઈ રહી છે. લગ્ન પ્રસંગ અન્વયે જાન માટે ખાસ બસો તૈયાર કરવામાં આવી છે. અને તાજેતરમાં તંત્રએ ચેન્નઈ સ્થિતિ અશોક લેલખ કંપની પાસેથી ૬૦ નવી બસો ખરીદી છે. જેની ડીલીવરીઓ મળી રહી છે. અને ક્રમશઃ રાજયના ડીવીઝનોને ફાળવવામાં આવશે.