તારા વિના શ્યામ મને એકલડુ લાગે, રાસે રમવાને વહેલો આવજે…

1115

નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે  રાસ-ગરબા રખવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધ્યો છે. શહેરમાં ઠેર-ઠેર થયેલ શેરી-ગરબાની આયોજનોમાં ભારે જમાવટ થઈ રહી છે. ત્યારે સીદસર રોડ ખાતે જવાહરનગર મિત્ર મંડળ દ્વારા કરાયેલા નવરાત્રી રાસ-ગરબાના આયોજનમાં આસપાસની સોસાયટીની વર્કનો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જયારે ભરતનગર બે માળીયા ખાતે હંસવાહીની નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમજ રામવાડી પરિવાર દ્વારા ડોકટર હોલ ખાતે યોજાયેલા નવરાત્રી રાસ-ગરબાના કાર્યક્રમમાં અવનવા વસ્ત્રો પરિધાન કરવા સાથે ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.

Previous articleપ્રતિ સ્પર્ધીઓને ટકકર આપવા એસ.ટી. તંત્ર સજજ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે