પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર સીરિયલ કિલરને ફાંસી

905

પાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી જેનબ અનસારીના બળાત્કાર બાદ તેની નિર્મમતાથી હત્યા કરનાર મોહમ્મદ ઈમરાનને બુધવારે ફાંસી આપી દેવામાં આવી છે. મોહમ્મદ ઈમરાનને લાહોરની કોટ લખપત જેલમાં ફાંસી આપવામાં આવી અને ફાંસીના સમયે જેનબના પિતા ત્યાં જ હાજર હતા. પાકિસ્તાનમાં મોહમ્મદ ઈમરાનને બધાની સામે ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી.

ઈમરાનને સવારે ૫.૩૦ વાગે ફાંસી આપવામાં આવી. જેનબના પિતા અમીન અનસારી ઉપરાંત તેના ભાઈ અને બે દોસ્ત પણ ત્યાં હાજર હતા. મેજિસ્ટ્રેટ આદિલ સરવાર પણ જેલ પરિસરમાં જ હતા. ઈમરાનને ફાંસી મળ્યા બાદ અનસારીએ પરિવારને ઝડપથી ન્યાય મળવા પર ન્યાયપાલિકાનો આભાર માન્યો હતો. મંગળવારે જેલ ઓથોરિટીઝે મોહમ્મદ ઈમરાન અને તેના પરિવારની મીટિંગ માટે ૪૫ મિનિટનો સમય નક્કી કર્યો હતો. વપરિવારે જેલમાં ઈમરાન સાથે મુલાકાત કરી હતી. ઈમરાન એક સીરિયલ કિલર હતો અને જેનબ પહેલા તેણે ૮ બાળકોની હત્યા કરી હતી. ધરપકડ બાદ ઈમરાને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

ઈમરાનને ફેબ્રુઆરીમાં એન્ટી-ટેરરિઝમ કોર્ટ (એટીસી) એ ૨૧ આરોપો હેઠળ મોતની સજા સંભળાવી હતી અને ૨૩ આરોપોમાં તેને આજીવન કેદ કરવામાં આવી હતી. ઈમરાને માસૂમ જેનબનો બળાત્કાર કરી તેની હત્યા કરી દીધી હતી.

Previous articleભીષણ અથડામણમાં વધુ ત્રણ ત્રાસવાદી મોતને ઘાટ
Next articleસતામણીના આરોપોમાં અકબરે આપેલું રાજીનામું