અમદાવાદ નરકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી ઓએ ગત મોડી રાત્રે બાતમીના આધારે જુહાપુરા માંથી બે સ્થાનિક લોકોને રૂપિયા ૩૫ લાખની કિંમતના ૬ કિલો ચરસ ના સાથે ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચરસનો જથ્થો કશ્મીરથી લાવ્યો હતા. નારકોટિક્સ અમદાવાદના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું કે અમને બાતમી મળી હતી કે આબિડ શેખ અને ઇન્તેકામ આલમ નામના બન્ને શખ્સો જુહાપુરા રોડ પરથી આ નશાનો સામાન સ્પલાય કરી રહ્યા છે. આ બાતમીના આધારે આ બંન્નેને પોલીસે ઝડપી લીધા છે. આ લોકો આ જથ્થો સ્થાનિક બાઝરમાં સપ્લાય કરવાના હતા.
નોંધનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું. આ અગાઉ પણ બન્ને ઇસમોની ડ્રગ્સની હેરાફેરી કરી હોવાની શકયતા પણ તપાસવામાં આવી રહી છે. એનસીબી એ આ અંગે એનડીપીસેસ એક્ટ ની કલમ ૮ (ક),૨૦ (બી),૨૫ અને ૨૯ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે કાશ્મીરથી આવેલા આ ચરસના તાર આતંકવાદ અને પાકિસ્તાન સાથે પણ જોડાયેલા હોઇ શકે છે. જો કે આ મામલે પોલીસે હાથ વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે આમ પણ સધન તપાસ કરવામાં આવે છે તેમ છતાં કેવી રીતે આ જથ્થો કાશ્મીરથી અમદાવાદ સરળતાથી પહોંચી ગયો તે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.