વિજયા દશમીના દિવસે કોંગ્રેસે રાજકોટમાં કુવરજીભાઈ બાવળિયાના ઘર નજીક વિરોધ પ્રદર્શન કરતા મોદીના માથાવાળા મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું. આજે દશેરાના દિવસે શ્રમ યોજનાના કર્મચારીઓ પગાર સહિતના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતેના ઘરે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે કર્મચારીઓને વિજય રૂપાણીના ઘર સુધી પહોંચવા દીધા ન હતા. કર્મીઓ સીએમના ઘરે પહોંચી વિરોધ કરે તે પહેલા જ પોલીસે 20 જેટલા કર્મીને ઉઠાવી લીધા હતા.