છ મહિના પહેલાં ડેટા ચોરીનું સ્કેમ સામે આવ્યા પછી સોશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક એક પછી એક સમસ્યાનો સામનો કરી રહ્યું છે.ફેસબુક માટે હવે નવી મુશ્કેલી એ આવી રહી છે તેના શેરહોલ્ડરો કંપની સ્થાપક અને ચેરમેન માર્ક ઝુકરબર્ગને હટાવવા ઇચ્છે છે.ફેસબુકના કેટલાક શેર હોલ્ડર્સને બુધવારેએ પ્રસ્તાવને સમર્થન કરાયું છે જેમાં કંપનીની ચીફ એગઝીક્યુટિવ માર્ક ઝકરબર્ગને હટાવવાની વાત કહી હતી. આ પ્રસ્તાવમાં શેરહોલ્ડરોનું કહેવું છે કે પાછલાં સમયમાં જે હાઇ પ્રોફાઇલ ડેટા ચોરી સ્કેન્ડલ્સ થયું હતું તેની ઉપર ઝકરબર્ગે યોગ્ય રીતે કામ કર્યું નથી. શેરહોલ્ડરનું કહેવું છે કે, ફેસબુક અમારા સમાજ અને અર્થવ્યવસ્થામાં એક મહત્વની ભૂમિકા અદા કરે છે. ફેસબુકની સામાજિક અને આર્થિક જવાબદારી છે કે પારદર્શી બને. અમે માંગણી કરી રહ્યા છીએ કે કંપનીનું બોર્ડરૂમ સ્વતંત્ર અને જવાબદાર હોય.
આ પ્રસ્તાવ ઉપર આગામી વર્ષે મીટિંગ દરમિયાન મે ૨૦૧૯ના દિવસે વોટિંગ કરવામાં આવશે અને માર્ક ઝકરબર્ગનું ભાવિ નક્કી થશે. જો કે ફેસબુકે શેરહોલ્ડરના આ પ્રસ્તાવ ઉપર હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. ફેસબુકમાં માર્ક ઝકરબર્ગના ૬૦ ટકા શેર છે.