બ્રિટનની કોર્ટે ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાની ૬ મોંઘી કાર વેચવાના આદેશ આપ્યાં છે. કારને વેચવાથી જે રકમ મળશે તે ભારતીય બેંકોને ચુકવવામાં આવશે. કોર્ટે કાર્સની મિનિમમ વેલ્યૂ માત્ર ૪ કરોડ રૂપિયા આંકી છે. જો કે માલ્યા પર ભારતીય બેંકોના લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા બાકી છે. લોનની રકમ ન ચુકવતા માલ્યા માર્ચ, ૨૦૧૬માં લંડન ભાગી ગયો. ત્યાંની કોર્ટમાં માલ્યા પર વસૂલાત અને પ્રત્યર્પણનો મામલો ચાલી રહ્યો છે. માલ્યાએ બેંગલુરુ રૂણ વસૂલી પ્રાધિકરણના નિર્ણયને યુકેની કોર્ટમાં રજીસ્ટ્રેશનને પડકાર્યો હતો. જેમાં માલ્યાની હાર થઈ. બેંગલુરુ રૂણ વસૂલી પ્રાધિકરણે ચુકાદો આપ્યો હતો કે માલ્યા પર બેંકની વસૂલી બાકી છે, તેની વસૂલાત થવી જોઈએ. આ પર યુકેની અદાલતે ભારતીય એજન્સીઓના અનુરોધ પછી લંડનમાં રિકવરીનો કેસ શરૂ કર્યો અને માલ્યાના બે ઘરોમાં તલાશી લઈને અને તેની વસ્તુઓ કબ્જે લેવાનો આદેશ આપ્યો હતો.