આર્થિક સંકટ સામે લડી રહેલી પાકિસ્તાનની સરકારે ૪૯ સરકારી વાહનોનો હરાજી માટે રાખ્યા. જેમાં ૧૯ બૂલેટપ્રુફ કારનો પણ સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક કારની જ હરાજી થઇ શકી છે. દેશ પર રહેલા દેવાં સામે લડવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ પ્રકારનું પગલું ભરી રહ્યાં છે. પાકિસ્તાન સરકારે હાલમાં જ ઇન્ટરનેશનલ મેનેટરી ફંડ પાસે નાણાંકિય રાહત પેકેજની માંગ કરી હતી. એક મહિના અગાઉ પહેલા તબક્કામાં ૬૧ સરકારી વાહનોની હરાજી કરી ચૂકી છે.
પાકિસ્તાન સરકારે આ પહેલા વડાપ્રધાન આવાસની ૮ ભેંસની હરાજી કરી ચૂકી છે જેનાથી સરકારને ૨૩ લાખની આવક થઇ હતી. આ ભેંસો પૂર્વ વડાપ્રધન નવાઝ શરીફે પાળી હતી. મળતા સમાચાર પ્રમાણે હરાજીમાં કુલ ૪૯ વાહનો રાખવામાં આવ્યા હતા જેમાંતી માત્ર એક વાહનનું જ વેચાણ થયું. જેના વેચાથી સરકારને ૯૦ લાખની આવક થઇ.