ભારતના નવાં ઉભરાતા અને ચર્ચાસ્પદ સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સુનીલ ગાવસ્કર અને માઇકલ હોલ્ડિંગ દ્વારા કરવામાં આવેલ આલોચના પર મૌન તોડતા કહ્યું કે, મને લાગે છે કે મેં હું એટલી પ્રતિભા ધરાવું છું કે લોકો મારી સાથે વાત કરે.
પોતાના કરિયરની શરૂઆતમાં જ કપિલ દેવ સાથેની તુલના પર હાર્દિક પહેલા જ કહી ચૂક્યો છે કે, તેને હાર્દિક પાંડ્યા જ રહેવા દો. હવે હાર્દિકે પોતાના દિલની વાત કરતા કહ્યું કે, તે એટલી ક્ષમતા ધરાવે છે કે, ત્યારે તે લોકો તેમની વાતો કરી રહ્યા છે.
સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડમાં ફ્લોપ શો બાદ હાર્દિકની ગાવસ્કર અને વેસ્ટઇન્ડિઝના પૂર્વ કેપ્ટન માઇકલ હોલ્ડિંગ સહિત ઘણા ખરા પૂર્વ ખેલાડીઓએ તેની આલોચના કરી હતી. આ સિવાય સોશિયલ મીડિયામાં પણ તેની આલોચના થઇ રહી છે.
આ તમામ વસ્તુઓ પર હાર્દિકે કહ્યું કે, કોઇ જ ફરક નથી પડ્તો કે લોકો શું કહી રહ્યા છે. આ તમામ લોકો ખુબ ક્રિકેટ રમ્યા છે, તેમને જે કહેવું છે તે કહેવા દો. હું તેમનું સન્માન કરૂ છું પરંતુ તમે પણ સમજો કે મારામાં એટલી ક્ષમતા તો છે કે, તેઓ મારી વાત કરી રહ્યા છે. હું તેને સકારાત્મક તરીકે લઉ છું.
પહેલા એવી પણ ખબરો હતી કે, ટીમ મેનેજમેન્ટ તેને ટેસ્ટ મેચોમાં આરામ આપીને વન ડે માટે ફ્રેશ રાખવા માંગે છે. પરંતુ આ વાતને હાર્દિકે વખોણતા કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે તેમની સાથે આવી કોઇ પ્રકારની વાત કરી નથી પરંતુ મેનેજમેન્ટ જે આદેશ આપશે, હું તેનું પાલન કરીશ.