ગાંધીનગર ખાતે ’ગાંધીનગર કલ્ચરલ ફોરમ’ના ગરબાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને પારંપરિક રીતે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. ગઈકાલે રાત્રે રાજયપાલ ઓ.પી. કોહલી અને લેડી ગરર્નર અવિનાશ કોહલી આ વેળાએ ઉપસ્થિત રહી મા જગદંબાના પૂજન અર્ચન કર્યા હતા.
ગઇકાલે દુર્ગાષ્ટમી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજયપાલે સહભાગી થઇને પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી.
આ વેળાએ કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જ્હા સહિત ફોરમના સભ્યો અને નગરજનોએ હજારોની સંખ્યામાં જોડાઇને એકસાથે દીપ પ્રાગટ્ય કરી મહાઆરતી કરી હતી. મહાઆરતી સમયે જગત જનની મા જગદંબાનું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું.