શહેરમાં કાયદો-વ્યવસ્થા અને તંત્ર જેવું કઈંજ ન હોય તેમ દરેક વારેને તહેવારે મનફાવે તેમ કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા વેપારીઓ જાહેર સ્થળો, રસ્તા-ફુટપાથને બાનમાં લે છે અને ગમે ત્યાં મનફાવે તેમ મંડપો ઉભા કરીને ધંધો કરવાની સરળ પધ્ધતિ નફાખોરી કરતાં વેપારીઓ દ્વારા કરવામાં આવે છે.
શહેરમાં કાયદો-વ્યવસ્થા અને મહાનગર પાલિકા હોવા છતાં નાગરિકોને હેરાન થવાનો વારો કેમ આવે છે તે પ્રશ્ન વારંવાર પ્રજામાં ઉઠયો છે. કંઈપણ કરવા માટે તંત્રની મંજુરી લેવાની દરકાર વેપારીઓ કેમ કરતાં નથી. શું ગંડુરામને ટકે શેર ભાજી જેવુ રાજ ચાલે છે. શહેરમાં કમિશનર અને કલેકટરનું તંત્ર માત્ર શોભાના ગાઠીયા જેવું છે. જેવા અનેક પ્રશ્નો રાજયના ન ધણિયાતા પાટનગર ગાંધીનગર શહેરના તંત્ર સામે ઉઠવા પામ્યા છે.
આ ઉપરાંત કોમર્શિયલ વાહનો વેચનારા સે-ર૧માં ખાસ સરકારી જમીન પર દબાણ કરી એક નહીં પણ દિવસો સુધી મંડપ તાણી જાહેર સ્થળોની જગ્યા તથા ફૂટપાથ અને ટ્રાફિકને અડચણ કરતા હોવા છતાં તેમની સામે નઘરોળ તંત્ર કંઈ કરી શકતું નથી કે પછી અધિકારીઓના ખિસ્સા ગરમ થાય છે તે મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે અને રાજયના પાટનગરમાં કોર્પોરેશન આવ્યા પછી પણ દુર્દશા શા માટે ? તેા એનક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.