ઈસુઝુ મોટર્સ દ્વારા જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે નવી ઈસુઝુ એમયુ-એક્સ ભારતમાં લોન્ચ કરી દેવામા આવી છે. આ નવી એમયુ-એક્સ ઈગલ ઈન્સપાયર્ડ સ્ટાઈલિંગ અને રીફ્રેશ ડિઝાઈન કે જે આગળ અને પાછળ એમ બંને ભાગમાં આકર્ષક રીતે જોવા મળે તે રીતે તૈયાર કરાઈ છે. એમયુ-એક્સ રીફ્રેશ મોડલ સારી ગુણવત્તા સાથેની લેર સીટ્સ અને લાવા બ્લેક પ્રીમિયર ઈન્ટરીયર સ્પોર્ટીયર ડિઝાઈન સાથેનું છે. ભારતમાં એસયુવી પ્રીમિયર સેગમેન્ટમાં સાત સીટ સાથેની ફુલ સાઈઝ પ્રિમિયમ એસયુવી કાર છે. કારની અંદરના અને બહારના એમ બંને ભાગમાં નવા ફીચર્સ સાથેની આ એસયુવી કારમાં ૬ એરબેગ્ઝ અને હિલ ડીસેન્ટ કંટ્રોલ (એચડીસી) છે. જે ભારતના હાલના પરિવારોની તમામ મોડર્ન જરૂરિયાતોને પુરી કરે છે.
આ નવી એમયુ-એક્સ અંગે ઈસુઝુ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર નાઓહિરો યમાગુચીએ જણાવ્યુ હતું આ ઈસુઝુ એમયુ-એક્સ ભારતના એસયુવી માર્કેટમાં ઘણી યોજનાઓ જગાવી ચુકી છે અને તે હવે ભારતના ઘણા પરિવારો માટે એક મહત્વની અને પ્રથમ પસંદગી બનશે. ક્રિકેટ જગતના જાણીતા સેલિબ્રિટી ક્રિકેટર જોન્ટી રોડ્સ ભારતમાં ઈસુઝુના લાઈફસ્ટાઈલ એમ્બેસેડર છે, જેઓએ તેમના પરિવાર સાથે આ નવી ઈસુઝુ એમયુ-એક્સને હૈદરાબાદ ના તાજ ફલકનુમા ખાતે લોન્ચિંગ ઈવેન્ટ સમયે ડ્રાઈવ કરી હતી.
ઈસુઝુના આ નવા એમયુ-એક્સ મોડલમાં ફ્રન્ટ અને રીઅર એટલે કે આગળ અને પાછળ એમ બંને જગ્યાએ બહારના ભાગમાં અનેક નવા ફિચર્સ છે. જેમાં ખાસ કરીને ઈગલ ડિઝાઈન છે કે જે એસયુવીને ખૂબ જ આકર્ષક અને આક્રમક રીતે મજબૂતીથી રજૂ કરે છે. આ ઉપરાંત બાઈ-એલઈડી ઓટો લેવલિંગ પ્રોજેક્ટર હેડ લેમ્પસ પણ આ ગાડીનુ એક નવુ પાસુ છે અને જેમાં કન્ટેમ્પરરી ઈન્ટિગ્રેટેડે લાઈટ ગાઈડ અને સ્ટાઈલિશ ડે લાઈટ રનિંગ લેમ્પસ છે કે જે દિવસના પ્રકાશમાં ચાલુ રહે છે. ગાડીના પાછળના ભાગમાં એલઈડી પોઝિશન લાઈટ્સ છે અને જે ટુ ટોન સ્પોઈલર અને શાર્ક ફિટ એન્ટેના તેમ ગનમેટલ ફિનિશ સાથે આજના ખરીદદારોને ગાડી ખરીદવા ખૂબ જ આકર્ષશે. જ્યારે નવી ૧૮ ઈંચ મલ્ટિ સ્પોક્ ટિ્વસ્ટ ડિઝાઈન ડાયમન્ડ કટ એલોય વ્હિલ્સ એસયુવીને વઘુ સ્પોર્ટી, મજબૂત અને મહત્વાકાંક્ષી બનાવે છે.
આ ઉપરાંત ૩ લિટર ૪જેજે૧ ડિઝલ એન્જિન ૧૩૦ કિલોવોટની સૌથી વઘુ પાવર એનર્જી આપે છે. આ નવી એમયુ-એક્સ ૫ સ્પિડ ક્રમિક શિફ્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ૪ ઠ ૨, ૪ ઠ ૪ સહિતના બંને મોડલમા ઉપલબ્ છે. ૪ ઠ ૪ વેરિઅન્ટ ઓફ રોડ ડ્રાઈવમાં પણ તમને સવારીનો એક નવો જ અહેસાસ કરાવે છે.