CBSE ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષાનુ શરૂ થયેલું રજિસ્ટ્રેશન

700

સીબીએસઈની ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે આજથી રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. સીબીએસઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે સ્પષ્ટ સૂચના જાહેર કરવામાં આવી છે કે વિદ્યાર્થી ઉમેદવારે પરીક્ષાના રજિસ્ટ્રેશન સમયે આધાર નંબર લખવો ફરજિયાત નથી. જે આ પહેલાંના વર્ષે ફરજિયાત હતો સાથે-સાથે હવે નવરાત્રી વેકેશન પૂરું થતા અમદાવાદ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં આવતી કાલથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

જ્યારે રાજ્યભરની સરકારી શાળાઓમાં એક સાથે ર૪ ઓક્ટોબરથી પરીક્ષા લેવાનું શરૂ કરાશે. સીબીએસઇના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ રૂ ૭પ૦ પરીક્ષા ફી ભરવાની રહેશે એક કરતાં વધુ વિષયની પસંદગી ઉપર ૧પ૦ રૂપિયા ફી ભરવાની રહેશે તેવી જ રીતે ધોરણ ૧રના વિદ્યાર્થીઓએ પાંચ વિષય માટે રૂપિયા ૭પ૦ અને તે કરતાં વધુ વિષયો માટે રૂ. ૧પ૦ ફી ભરવાની રહેશે. વિદ્યાર્થીઓ ૧૬ ઓક્ટોબરથી પ નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ચૂકી ગયેલા વિદ્યાર્થીઓએ લેટ ફી સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જેની છેલ્લી તારીખ રર ઓક્ટોબર છે, જે શાળાઓએ જે વિષયની માન્યતા લીધી હશે તે જ વિષયોનું વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. હિન્દીમાં બે અને અંગ્રેજીમાં ત્રણ વિકલ્પ મળશે. રાજ્યની ખાનગી શાળાઓના વિરોધ વચ્ચે નવરાત્રી વેકેશન પૂરું થયું છે. અમદાવાદ સહિત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આવતી કાલથી પરીક્ષા શરૂ થશે. આ વર્ષે નવરાત્રી વેકેશનના પગલે ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓનું શેડ્‌યૂલ ખોરવાયું છે. તા.ર૪ ઓક્ટોબરથી રાજ્યની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તા.૩૦ ઓક્ટોબર સુધી આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષાકાર્યમાં વ્યસ્ત રહેશે. ત્યાર બાદ તુર્ત જ તા.પ નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે. તેથી તમામ શાળાઓમાં પરીક્ષાનું પરિણામ દિવાળી વેકેશન બાદ જાહેર કરવામાં આવશે. તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮ની પરીક્ષા ર૪મીથી શરૂ થઈ રહી છે. તે પ્રથમ સ્તરની પરીક્ષાનો સમય રોજ સવારે ૧૧ થી ૧ અને બપોરે ર થી પનો રહેશે. દરેક ધોરણની પરીક્ષાનાં પ્રશ્નપત્ર એકસમાન રહેશે. ધોરણ ૩ થી ૬માં ઉતર પ્રશ્નપત્રની સાથે અને ધોરણ ૬ થી ૮માં જવાબ ઉત્તરવહીમાં પેનથી લખવાના રહેશે.

Previous articleઈસુઝુ દ્વારા ભારતમાં નવી એમયુ -એક્સ એસયુવી કાર લોન્ચ કરાઈ
Next articleમુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે