અલ્ટ્રટેક ગુજરાત સિમેન્ટ વર્કસ કોવાયા કોર્પોરેટ સોશિયલ રિસ્પોસીબીલીટી દ્વારા સી.એચ.આર. સેન્ટરમાં નવોદય એન્ટ્રન્સ એકઝામીનેશન કોચિંગ પ્રશીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્ટ્રાટેક સીએસઆર દ્વારા નજીકના ગામોમાં સાશકીય શાળાના શિક્ષકોને નવોદય પ્રવેશ હેતુ પરિક્ષાની ટ્રેનિંગ આપવા માટે પ્રેરિત કરવાનો છે. અને શિક્ષકોને નવોદયાને લગતી ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
ભવિષ્યમાં આગામી દિવસોમાં વિશેષજ્ઞ ઈચ્છુક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બોલાવીને મોક ટેસ્ટ લેવામાં આવશે. સી.એસ.આર.નો આ પ્રયત્ન વિદ્યાર્થીઓના ભાવિ માટે ઉજ્જવળ સાબિત થશે. ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને નવોદય શું છે અને તેના ભવિષ્ય માટે કઈ રીતે ફાયદાકારક રહે તેની માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા શાળામાં કાર્યરત શિક્ષકગણોને આ વિષય પર ખાસ માહિતી આપવા માટે તથા આસપાસના ગામો જેવા કે ભાકોદર, લોઠપુર, કોવાયા, વારાહસ્વરૂપ, વાંઢ, બાબરકોટ શાળાઓમાંથી યોગ્ય વિદ્યાર્થીઓને નવોદયની પરિક્ષા માટે કઈ રીતની તૈયારીઓ કઈ પદ્ધતિએ કરી શકાય તે વિશે ખાસ માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રશિક્ષણ ટ્રેનિંગમાં શીક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે મુખ્ય માર્ગદર્શક તરીકે જીસીડબલ્યુની આદિત્ય બિરલા પબ્લિક સ્કુલના પ્રિન્સિપાલ જ્ઞાનેશ માથુર ઉપસ્થિત રહ્યા હતાં. જ્ઞાનેશ માથુર દ્વારા પીપીટીના માધ્યમથી શિક્ષકોને નવોદયને લગતી માહિતીને જાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસઆર હેડ વિનોદ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર કુશ્વાહા, શાળાના શિક્ષકગણો તથા આચાર્ય, એબીપી સ્કુલના પ્રિન્સિપાલ જ્ઞાનેશ માથુર, ઈશા દેસાઈ, લાભ લાખણોત્રા, માંડલિયા પ્રિયંકા અને રાહુલ ભટ્ટીનો અથાક પ્રયત્ન રહ્યો હતો.