અખબારી અહેવાલનો પડઘો રાજુલામાં ચીફ ઓફિસરની નિમણુંક ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા જનતાની પરેશાની માટે ભાજપ આગેવાનો દ્વારા મુખ્યમંત્રી પાસે શહેરી વિકાસ મંત્રીને સાથે રાખી કરેલ રજૂઆતનું સફળ પરિણામ આવતા શહેરમાં ખુશીનો માહોલ છવાયો છે.
અખબારી અહેવાલનો પડઘો છેલ્લા ૩ મહિનાથી રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જાફરાબાદના કોલડીયાને બદલીને વળી પાછા સાવરકુંડલાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર આવી પરિસ્થિતિમાં નગરપાલિકામાં કોઈ વિકાસના કામો તેમજ શહેરની જનતાને અનેક પ્રકારના દાખલાઓ સફાઈ કામદારોના પગાર બીલો તેમજ નાના મોટા પાલિકાના વિકાસકામો સદંતર ઠપ્પ થઈ જવાથી શહેરની જનતા ખૂબ હાલાકી ભોગવી રહેલ હોય આ બાબતે નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાની ગાંધીનગર સુધીની રજૂઆતો થયેલ પણ જ્યારે ભાજપની ગુજરાત સરકાર હોય ત્યારે ભલે રાજુલા નગરપાલિકા સંપૂર્ણ ભાજપ પાસે ન હોય પણ શહેરની જનતા ત્રાહિમામ થઈ ગયેલ બાબતે શહેરની જનતા માટે સતત ચિંતિત એવા ભાજપ અગ્રણીઓ ભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ સહિત પ્રભારી આર.સી. ફળદુને સાથે રાખી શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજુલા ચીફ ઓફિસરની કાયમી નિમણુંક બાબતે ધારદાર રજૂઆત કરતા સરકાર દ્વારા રાજુલાની જનતા માટે નિર્ણાયક અમલ કરી રાજુલામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે.