રાજુલા-જાફરાબાદ તાલુકામાં ખેડૂતોના ચાલતા ક્રોપ કટીંગનો વિમા કંપની દ્વારા સર્વે કરાયો

1166

બાબરીયાવાડમાં ખેડૂત લીલો અને સુકો બન્ને દુષ્કાળ આ વર્ષમાં જ પડ્યા છે. પ્રથમ અતિ વૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નષ્ટ ત્યારબાદ બે-બે વખત વાવણી ઉછી ઉધારા કરી મોંઘા ભાવના બિયારણ ખાતર જમીનમાં નાખ્યા તો મોલાત આંખથી દેખાવા પુરતી જ રહી અને વરસાદ ગયો તે ગયો ત્યારે ખેડૂતોએ ૧૦૦ ટકા પાક વિમાનું પ્રિમીયમ ભરેલ હોય અને વીમા કંપનીને આ વર્ષે ખેડૂતોને ૧૦૦ ટકા વિમો આપવો જ પડે તેવી પરિસ્થિતિ હોય પણ ચાલાક પાક વિમા કંપની સેટેલાઈટ દ્વારા તાલુકાના સારા ખેતરો નક્કી કર્યા હોય અને તે ખેતરના નક્ષા મુજબ ગામના સરપંચ, જમીન ગ્રામસેવક તલાટી કમ મંત્રીઓને અને ગામ આગેવાનોને સાથે રાખી નક્કી થયા મુજબ વિમા કંપનીના અધીકારીઓ તે જ ખેતરમાં ચાલતું ક્રોપ કટીંગના નમુનાઓ લઈ જઈએ આખા તાલુકાનો કે ગામનો દેવા લાવક વિમો ભરપાઈ કરે છે તે કેટલો ખબર છે ૧૦૦ ટકાથી માત્ર ૧૦ ટકા નક્કી થાય છે પછી ગમે તેટલા ખેડૂતો આંદોલનો કરે કોઈ ફરક વિમા કંપનીને પછી પડતો નથી તે માટે જે તે વિસ્તારના રાજકિય આગેવાનો જાગો ભો ભેગો થઈ ગયેલ ખેડૂતને બચાવો વિમા કંપની ખેડૂતને છેતરવા જ આવી છે પણ જાફરાબાદ તાલુકામાં ૧ ધોળાદ્રીમાં ક્રોપ કટીંગ થયું છે અને અનાજ પાકનું ક્રોપ કટીંગ સર્વે શરૂ છે. મગફળી કપાસનું ક્રોપ કટીંગ થોડા દિવસમાં જ શરૂ થવાનું છે તેમ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે ત્યારે રાજુલાના વિમા કંપનીએ નક્કી કરેલ ૬ ગામોમાં ડોળીયા, વાવેરા, વાવડી જેવા ગામોમાં ક્રોપ કટીંગનું વિમા કંપનીના અધિકારીઓ નિરીક્ષણ કરી રહ્યાં છે. જેમાં ગઈકાલે ડોળીયા ગામમાં તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ગ્રામ સેવક બી.એલ. તેરૈયા, બીનાબેન તેરૈયા, માયાબેન તથા ખેતીવાડી વિસ્તરણ અધિકારી ભારતીબેન જોશી સાથે ડોળીયા ગામના સરપંચ ચંપુભાઈ ભુકણ, સુરીંગભાઈ પોપટ, ઉપસરપંચ ધીરૂભાઈ નકુમ, તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કાનભાઈ પોપટ, ગાંગાભાઈ હડીયા, બાલાપર ગ્રામ સરપંચ જોરૂભાઈ મેગળ સહિત આજુબાજુના ગામ આગેવાનો ઉપસ્થિત રહી વિમા કંપનીના અધિકારીઓએ ડોળીયા ગામમાં મગફળીનું ચાલતું ક્રોપ કટીંગ જાતે મગફળી જમીનમાંથી ખેંચી કેટલો પાક છે, કેટલું છોડનું વજન છે તેનો સર્વે કરાયો પણ આ બધુ કાગળ પર રહી ન જાય અને સેટેલાઈટ મુજબ પાક વિમો આખા તાલુકાનો નક્કી ન થઈ તેનું બધા સાથે મળી વિમા કંપનીના અધિકારીને વાકેફ કર્યા ત્યારે બે લોકોએ ખેડૂતોને હૈયાધારણ આપી હતી ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોરે અધિકારીને કહ્યું. જોજો ગયા વર્ષની જેમ રાજુલા-જાફરાબાદના ખેડૂતોને આવી રીતે સર્વે કરીને ખેડૂતોને વિમા કંપની છેતરી ગઈ હતી અને આ વર્ષે ખેડૂતો ભો ભેગા થઈ ગયા છે. ઘણા વર્ષોથી વિમા કંપની ખેડૂતોના પાક વીમાના રૂપિયા હજમ કરી જાય છે આ વર્ષે અમો હજમ થવા નહીં દઈએ.

Previous articleગઢેશ્રી માંએ આઠમનો હવન
Next articleપાલિતાણા શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પુતળાનું દહન