ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સુચના અનુસાર પાલિતાણા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્દ્રમાં સાડા ચાર વર્ષ અને ગુજરાતમાં રર વર્ષથી ભાજપની સરકારમાં લોકોને પડી રહેલ અનેક મુશ્કેલીઓ જેવી કે મોંઘવારી, કોમવાદ, બેરોજગારી, ખેડૂતો વિરોધી નીતિ, મોઘુ શિક્ષણ વેપારી કરણ, ગુન્હા ખોરી, ભ્રષ્ટાચાર, વિજળી પાણીની સમસ્યા, આરોગ્યની સુવિધાનો અભાવ, મહિલાઓની અસલામતી જેવા મુદ્દાને લયને કોંગ્રેસ દ્વારા આજે સાંજે બજરંગદાસ ચોક ખાતે જીલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડની આગેવાનીમાં ભાજપના દસમાથા રૂપી રાવણ રાક્ષસનું પુતળાં દહન કરાયું હતું તેમા ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ જીલ્લા કોંગ્રેસના આગેવાન નાનુભાઈ ડાંખરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ કરણભાઈ મોરી જીતેન્દ્રસિંહ બી. ગોહિલ કરણસિંહ મોરી અબ્બાસએ માંકડા અસ્લમ વાય ડેરૈયા સહિત કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ને દસ માથાં રૂપી રાવણ રાક્ષસનું પુતળાં દહન કરાયું હતું.