ભાવનગર શહેર અને જીલ્લામાં ચોરીના બનાવો યથાવત રહેવા પામ્યા છે. તસ્કરો નવરાત્રી પર્વઅ ને શાળા વેકેશનનો ભરપુર લાભ લઈ રહ્યા છે જયારે તંત્ર સામે લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. રોજબરોજ ચોરીના બનાવો બનતાં લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાવા પામ્યો છે. આજે વધુ એક ચોરીનો બનાવ સોનગઢ ગામે બનવા પામ્યો છે. જેમાં તસકરો બંધ મકાનમાંથી રૂા. ર.૪૦ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.
બનાવની મળતી વિગત મુજબ સોનગઢ ગામે રહેતા, વિજયસિંહ રામસિંહ ભાટી પરિવાર સાથે મકાનબંધ કરી બહારગામ ગયાહ તા ત્યારે તસકરોએ બંધ મકાનનો લાભ લઈ મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા ર લાખ ૧પ હજાર રોકડા અને સોનાના ઘરેણા મળી રૂા. ર,૪૧,પ૦૦ની ચોરી કરી લઈ ગયાની વિજયસિંહ ભાટીએ સોનગઢ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.