ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પૂતળાનું દહન

1179

ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ વિગેરેમાં બેફામ ભાવવધારો, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આજરોજ સમગ્ર ગુજરાત રાજયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોંઘવારીના વિરોધ સબબ પુતળા દહનનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેના ભાગરૂપે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે મોંઘવારી અને ભાવ વધારા વિરૂધ્ધમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર કરી દેખાવો યોજી મોંઘવારીના પુતળાનું દહન કર્યું હતું. અને મોંઘવારી અને ભાવવધારો નાબુદ કરવા માંગ કરી હતી. અસહ્ય મોંઘવારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેની સામે સત્તાધારી ભાજપ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. તેથી ભાજપના હટાવી દેવા માંગ કરી હાંકલ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક પ્રવિણભાઈ વાઘેલા, ભાવ. મ્યુ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, સહિતના આગેવાનો, નગરસેવકો, પદાધિકારીઓ, કોંગ્રેસના હોદ્દેદારો, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈ, કોંગ્રેસ આઈટીસેલ સહિતના જુદા-જુદા સેલના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleશહેરના જવાહર મેદાન અને ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં રાવણદહન કરાશે
Next articleસિહોર ખાતેથી આજે એકતાયાત્રાનું પ્રસ્થાન કરાવાશે