બોટાદમાં જૈન દેરાસરમાંથી મુર્તી અને દાનપેટીની તસ્કરી

1125

બોટાદ-પાળીયાદ રોડ પર આવેલ યોગીનગર ખાતે આવેલ જૈન મંદિરમાં તસ્કરો ત્રાટકી દાનપેટી તોડી રોકડ મત્તા તેમજ મુર્તિઓની તસ્કરી કરી ફરાર થયાની પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ બોટાદ – પાળીયાદ રોડ બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા વિજયકુમાર દલસુખભાઈ ારભાયા (જૈન)એ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે યોગીનગર ખાતે આવેલ જૈન મંદિરમાંથી રાત્રના ૯ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરો દિવાલ કુદી અંદર પ્રવેશ કરી મંદિરના દરવાજાનો નકુચો તોડી દાનપેટીના કાચ અને આરસના પથ્થર તોડી નુકશાન કરી આશરે ૧૦ હજાર તેમજ ગર્ભગૃહના તાળા તોડી પંચ ઘાતુની મુર્તિઓ, સિધ્ધચક્ર યંત્રો, પાટલીઓ મળી કુલ રૂા. પ૦ હજારની મત્તાની ચોરી કરી લઈ ગયા છે. બનાવ અંગે પાળીયાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleસિહોર ખાતેથી આજે એકતાયાત્રાનું પ્રસ્થાન કરાવાશે
Next articleકેવું પડે હો..!? અલ્પેશનો’ય વારો પાડ્યો