શહેરના જવાહર મેદાન અને ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં રાવણદહન કરાશે

933

તિથી ક્ષયના કારણે બે દિવસ વિજયા દશમીની ઉજવણી થનાર હોય આજે ગુરૂવારે શસ્ત્ર પૂજન કરાયેલ જયારે આવતીકાલે શહેરમાં બે સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવશે.

ભાવનગર સિંધી સમાજ પ્રેરિત નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા  દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલ તા. ૧૯ને શુક્રવારે જવાહરમેદાન ખાતે સાંજે પ કલાકે આતશબાજીત થા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં પરશોત્તમભાઈ સોલંકી, ભારતીબેન શિયાળ, મનહરભાઈ મોરી, રાજેન્દ્રસિંહ રાણા, હરૂભાઈ ગોંડલિયા, કનુભાઈ છગનાણી, રાજેશ જોશી સહિતના ઉપસ્થિતમાં યોજાશે. જેમાં અતિથી વિશેષ તરીકે ભાઈ સાહેબ દિપકકુમાર ખાસ ઉપસ્થિત રહેશે.  આ ઉપરાંત ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ દ્વારા વિજયાદશમી મહોત્સવ રાવણ-દહન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે સાંજે ૬ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયા એવા વિજયા દશમી પર્વની રાવણ દહન સાથે ઉજવણી કરવામાં આવશે બન્ને સ્થળોએ હજારો લોકો ઉમટી પડશે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.

Previous articleજલેબી, ચોળા ફળીની ધરાકી
Next articleભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના પૂતળાનું દહન