કેવું પડે હો..!? અલ્પેશનો’ય વારો પાડ્યો

1931

(પરભાતનો પોર, બાપુની ડેલીએ ડાયરો,
ભગો, અરજણ ભગત અને મૂળિયો…)
‘એલા ભગા કાલ તો તું ડેલીએ બવ મોડો આવ્યો તે કેમ એમ..!?’
‘લે બાપુ કાલની વાત ઠેઠ આજ યાદ આવી..??’
ભારે કરો આ રઘલાના છોકરાનો જામીન થાવા ગ્યો તો, ઈણે કાંક ઓલ્યા લાદી ઘહવાવાળા હારે માથા કાહટી કરી તે ફોજદારને ખબર પડી ઈણે કર્યો કેસ, લાંબુ થઈ ગયું.
હા, ઈ છોકરાને ખબર નો હોયને હમણા આ નવું ગતકડું પ્રાંતવાદનો ઉભુ થ્યું છે.
વાત આગળ હાલતા હાલતા અરજણ ભગતે આખી વાતનો ફોડ પાડ્યો.
‘જુઓ, બાપુ ભગાભાઈને નો ખબર હોય છાપામાં તો આવે છે. બીજા રાજ્યના લોકો પર હુમલા થ્યા. હુમલા હથ્યા. પણ ક્યાંય કોઈ મરી ગ્યાનું જાણ્યું છે. આખા ગુજરાતમાં નઈ આ ભાજપવાળા એક પછી એકનો વારો કાઢે છે. જુઓ હાર્દિકને ઉપવાસ કરવા દઈને સરકાર કે ભાજપવાળા એક શબ્દેયનો બોલ્યા ઓગણી દીના વાણા વાયા પછી પોતે જ હાથે હાથે ઓગળી ગ્યો. એનું મીંડુ મુકાઈ ગયું.’‘તારી વાતા હાસી હો પછી ક્યાંક એણે પાછા ઉપવાસ કર્યા પણ છાપાવાળાએ એક લીટીય લખી નથી લ્યો..!!’
‘ઈ જ વાત કરૂ છું. હાર્દિકની ધબોય નમઃ કર્યા પછી વારો આવ્યો અલ્પેશનો તેને જુઓને આ પ્રાંતવાદમાં ફસાઈ દઈ પુરો કર્યો. ક્યાંય કોઈ તોફાન નહીં તોય છાપા ભરાઈ ભરાઈને ઈસી જ વાત આવે. ટી.વી.વાળા નવરા પડે એટલે ગામમાંથી થોડાક ગળ ચોપડીવાળાને ભેગા કરીને વાતનું કરે વતેસર… એને હાલ્યું. જુઓ તો ખરા વાતમાં કાઈ માલ નહીંને ઠેઠ લખનઉને પટણા હુધી વાત યોગી-નીતિશ અને યોગી પણ ગામના ચોકમાં આલગ્યા’
‘ભગત, આ મુળો કાલ જ કે તો તો કે ભાજપવાળા પાહે કોક ચોગઠા ગોઠવવાળા બહુ ભેજાબાજ છે. ક્યાં કોની કુંકરી ઘાએ ચડાવવી ઈની એને બરાબર પડે છે.’
‘કેમ નહીં આ પ્રાંતવાદ ઉભો કરીને અલ્પેશને ગુજરાત બહાર નિકળવાના રસ્તા બંધ કરી દીધા. ભાજપ આમા નથી એમ સાબીત કરવા રૂપાણીને લખનૌ, નીતીન પટેલને મુંબઈ અને બીજા નાનકડા નેતાઓને આખા ભારતમાં મોકલીને ત્યાં પ્રેસ પરિષદ કરાવીને કીધી અમે તો દુધે ધોયેલા છીએ પણ કોંગ્રેસવાળા જ કાળા કાળના કરનારા છે.’
‘ભગા, તું કે તો તો ને કે મોદીની એકતા જાગા માટે આમંત્રણ આપવા રૂપાણી ગ્યા છે. એમ કહી અમને કાંઈ વાંધો નથી અને અમારા નરેન્દ્રભાઈને તમે ત્યાં જાળવીને ખફા થતા નઈ એમ કેવા ગ્યાતા. ઈ માળુ હાસુ હો..!!’
‘બાપુ આપડું મતદાન જ આ બધા વાદમાં થાય છે. એટલે જ કાંઈ નો કરવાવાળીની પપુડી વાગે છે. જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ, સંપ્રદાયવાદ અને બાકી હતું તે આ પ્રાંતવાદ બાકી કેવું પડે જો ને ત્યાં ઉત્તર પ્રદેશના કોંક ફાસફુસીયા પાસે અલ્પેશનું માથુ વાઢવાનું નિવેદન કરાવીને બિચારા અલ્પેશનો વારો પાડી દીધો.’
‘મુળા આ રાહડાં લેવાની નવરાત્રિ નથી એવી વાત કેમ કોઈ હમજતું નથી માતાજીના અનુષ્ઠાનનું આ પર્વ કોણ પુરી ભાવનાથી ઉજવે છે. આતો લ્યો હળો… હળો… હઈસો… હે રામ…!!’
‘અરે બાપુ ઈમાંથી આ મીટુની હોળી જાગે છે. જુઓને છેવટે અકબરની કબરનો ખોદાઈ ગઈ. એમાંય એક ભાઈએ તો ફેસબુકમાં એવું લખ્યું કે હું એમ.જે.નો માસીયાઈ ભાઈ છું લ્યો કરો વાત જરાક લાજી મરો, લાજી મરો..!!’
‘ભગા… આપડે આ તલગાજરડા જાવું જોહે બાપુનો સૌને સંધેહો છે કે મારી ભુમિમાં કથા છે. યજમાનેય ન્યા ન્યા છે. સૌ આવજોને આવજો નવ દી મોજ કરવી છે.’
‘હા… મોરારિબાપુએ એના કાર્યાલયના મગલા ચરણમાં ખૂબ પોરહીલી વાત કરી તી મનખ્યો ભેળો યાહે આમેય બાપુની વાણીનો પ્રભાવ દુનિયાભરના લોકોને ક્યાંના ક્યાંથી ઢહડી લાવે છે.’
‘હા… અહીંથી ક્યાં છેટુ છે. સૌ બે-ચારથી જઈ આવશું. વળી દિવાળી આડે ત્રણથી બાકી હશે તો પૂર્ણાહુતી થશે. એનોય બરોબર મેળ જ છે જઈ આવશું. ઠીક તઈ લ્યો સવને રામ… રામ…’

Previous articleબોટાદમાં જૈન દેરાસરમાંથી મુર્તી અને દાનપેટીની તસ્કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે