ભાવનગર ગરાસિયા સમાજ દ્વારા આજે વિજયા દશમી નિમિત્તે શોર્ય રેલી તથા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ગાયત્રી મંદિર ચિત્રા ખાતેથી ક્ષત્રિય યુવાનો દ્વારા કેસરીયા સાફામાં સજ્જ થઈ તે શસ્ત્રો સાથેની બાઈક રેલી કાઢવામાં આવી હતી. અને વિવિધ માર્ગ પર ફરીને નવાપરા ગરાસિયા વોર્ડીંગ પહોંચી હતી જયાં ભાવનગરમાં યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ, કોંગ્રેસના શક્તિસિંહ, વાસુદેવસિંહ ગોહિલ, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, પુર્વ ધારાસભ્ય પરબતસિંહ, સતુભા ગોહિલ, સંજયસિંહ, જયદિપસિંહ, રૈવતસિંહ સહિત આગેવાનો સહિત સમાજના યુવાનો અને વડીલોએ શાસ્ત્રોકત વિધી- વિધાનસાથે શસ્ત્ર પૂજન કર્યુ હતું.