ગાંધીનગરમાં આવેલા સાઇ કેમ્પસના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ શહેરનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે વધુ એક ઉપલબ્ધી પેરાના ખેલાડીઓએ પ્રાપ્ત કરી છે. રાજસ્થાનના ઉદેપુર ખાતે મહારાણાપ્રતાપ ખેલ ગાંવમાં ૧૭મી નેશનલ પેરા સ્વિમીંગ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં ગાંધીનગરના સાઇ કેમ્પસના ૩ ખેલાડીઓએ ૫ ગોલ્ડ મેડલ અને ૪ સિલ્વર મેડલ મેળવ્યાં હતાં. આ ત્રણે ખેલાડીઓને સાઇના ઇન્ચાર્જ રિજીનોયલ ડાયરેક્ટર વિરસિંહ ચૌહાણે અભિનંદન પાઠવ્યાં હતાં.
ઇન્ચાર્જ રીજીયોનલ ડાયરેક્ટર વિરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ગાંધીનગર ખાતેના નેશનલ સુભાષ વેસ્ટર્ન સેન્ટરના પેરા સ્વિમર્સે ભારતની પેરાલમ્પિક કમિટી ઓફ ઇન્ડીયા દ્વારા પેરા સ્પોર્ટસ ઓસોસિએશન ઓફ રાજસ્થાનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાની ૧૭મી પેરા સ્વીમીંગ ચેમ્પિયનશીપ રાજેસ્થાન ખાતે યોજાઇ હતી. જેમાં ગાંધીનગર સેન્ટરના ૩ ખેલાડી ઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
જેમાં સુમિત કુરાને, ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૧૦૦મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ તથા ૫૦ મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ, પ્રથમેશ કપાડેએ ૧૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ, ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૪ટ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં સિલ્વર મેડલ તેમજ ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે આફ્રિદ અત્તરે ૨૦૦મીટર વ્યક્તિગત, ૨૦૦ મીટર મિડલે અને ૫૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ અને ૧૦૦ મીટર બટર ફ્લાઇમાં સિલ્વર મેડલ જીત્યા હતાં. તમામ ખેલાડીઓને ઇન્ચાર્જ રીજીનિયોલ ડાયરેક્ટર અને કોચે અભિનંદન પાછવ્યાં હતાં.