દેશમાં ૯૨ ટકા મહિલાઓનો મહિનાનો પગાર ૧૦ હજારથી પણ ઓછો : રિપોર્ટ

693

દેશમાં એક બાજુ જયાં મહિલા સશકિતકરણનું મોટો ઢંઢેરો પીટવામાં આવે છે, ત્યારે એક વિશ્વવિદ્યાલયના હાલના રિપોર્ટ અનુસાર, દેશમાં કામકાજ કરતી ૯૨ ટકા મહિલાઓનો મહિનાનો પગાર ૧૦૦૦૦થી પણ ઓછો છે. આ મામલામાં પુરૂષોની સ્થિતિ થોડી સારી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, ૮૨ ટકા પુરૂષોનો પગાર પણ ૧૦૦૦૦થી ઓછો છે. અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય સતત રોજગાર કેન્દ્રએ શ્રમ બ્યૂરોના પાંચમા વાર્ષીક રોજગાર-બેરોજગારી સર્વેક્ષણના આધાર પર સ્ટેટ બેન્ક ઓફ વર્કિંગ ઈન્ડીયા, ૨૦૧૮નો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તેમણે દેશમાં કામકાજ કરતા પુરૂષ અને મહિલાઓના આંકડા તૈયાર કર્યા છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્તર પર ૬૭ ટકા પરિવારની મહિનાની આવક ૧૦૦૦૦ રૂપિયા હતી, જયારે સાતમા કેન્દ્રીય વેતન આયોગ(સીપીસી) દ્વારા મીનિમમ વેતન ૧૮૦૦૦ રૂપિયા પ્રતિ મહિના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં એક મોટા તબક્કે મજદૂરીના રૂપે વ્યવસ્થિત ચૂકવણી નથી મળી રહી.

સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડીયા ૨૦૧૮ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત એ છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ ૯૦ ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રની હાલત તો આના કરતા પણ વધારે ખરાબ છે. અભ્યાસ અનુસાર, ત્રણ દશકામાં સંગઠિત ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓમાં શ્રમિકોની ઉત્પાદક ૬ ટકા વધી છે, જયારે તેમના વેતનમાં માત્ર ૧.૫ ટકા વૃદ્ઘિ થઈ છે.

Previous articleઆજથી ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લેશે
Next articleઅરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ બોર્ડમાં સ્વતંત્ર અધિક નિર્દેશ તરીકે સ્થાન મળ્યું