અરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ બોર્ડમાં સ્વતંત્ર અધિક નિર્દેશ તરીકે સ્થાન મળ્યું

785

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી બોર્ડમાં સ્વતંત્ર અધિક નિદેશક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં અરુંધતિ રોયને ૧૭ ઓક્ટોબરે સામેલ કરવામાં આવ્યા છે અને તેઓ પાંચ વર્ષ સુધી રિલાયન્સના બોર્ડમાં રહેશે. રિલાયન્સે ૧૮ ઓક્ટોબરે શેરબજારના નિયામકને આની માહિતી આપી છે.

મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા જ અરુંધતિ ભટ્ટાચાર્યને ખાનગી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઈક્વિટી કંપની ક્રિસકેપિટલ એડવાઈઝર્સ એલએલપીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુંધતિ ભટ્ટાચાર્ય ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ૧૯૭૭માં પ્રોબેશનરી ઓફિસર તરીકે સામેલ થયા હતા અને ૨૦૧૩માં તેઓ એસબીઆઈનું નેતૃત્વ કરનારા પહેલા મહિલા બન્યા હતા.

અરુંધતિ ભટ્ટાચાર્ય ચાર વર્ષ સુધી એસબીઆઈના પ્રમુખ રહ્યા હતા અને એક્ટોબર-૨૦૧૭માં તેમણે એસબીઆઈના ટોચના પદેથી રાજીનામું આપ્યું હતું.

Previous articleદેશમાં ૯૨ ટકા મહિલાઓનો મહિનાનો પગાર ૧૦ હજારથી પણ ઓછો : રિપોર્ટ
Next articleબ્રિટન સંસદમાં રોબોટ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો,લોકોએ વડાપ્રધાનને ટ્રોલ કર્યા!!