ગાંધીનગરમાં ગુડા વિસ્તારથી ત્રસ્ત લોકોએ આખરે ચૂંટણી ટાળે રોડ નહી તો વોટ નહીં અને રાજકીય પાર્ટીએ કોઈએ મત લેવા આવવું નહીં તેવા બોર્ડ લગાડવાની ફરજ પડી છે. પાટનગરમાં જ આ બોર્ડ લાગતાં રાજકીય વર્તુળોમાં મોટો વિવાદ ઉભો થાય તેમ છે.
જે વિસ્તારના લોકોએ બોર્ડ લગાડયાં છે તેમના સંપર્ક કરતાં ગુડાના અણઘડ વહીવટ અને બિલ્ડરો સાથેના સેટીંગથી તેમના આવવા-જવાના રસ્તે કોઈએ દિવાલ ચણી દીધી છે તેમજ ગુડા દ્વારા પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષાતી નહી હોવાથી રોડ રસ્તાના પણ પ્રશ્નો છે. જેથી ભાજપનું રાજયમાં, શહેરમાં તેમજ ગુડામાં શાસન છે. છતાં કામ નહીં થતાં રાજકીય પાર્ટીએ વોટ માટે નહીં આવવું તેવા બોર્ડ લગાડતાં પાટનગરમાં ભાજપની ગાંધીનગર દક્ષિણની બેઠક પર મુશ્કેલી સર્જયા તેમ લાગી રહ્યું છે.
વડાપ્રધાન સુધી રસ્તાની રજુઆત બાદ ગુડાના રસ્તા પર દિવાલ ચણી લીધા છતાં ગુડા-ના ખાસ રાજકીય માણસોના સેટીંગને કારણે તેના પર કોઈ એકશન નહીં લેતાં આખરે લોકોએ કંટાળીને મતદાનનું હથિયાર ઉગામ્યું છે.