ઈન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ પોતાના બે પૌત્રો દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. ચૌટાલાએ બંનેની વિરુદ્ધ શિસ્તભંગના આરોપો બાદ કાર્યવાહી કરીને તેમની પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પણ સસ્પેન્ડ કરી છે. દુષ્યંત ચૌટાલા હિસારના સાંસદ છે અને દિગ્વિજય ચૌટાલા યુવા નેતા તરીકે આગળ વધી રહ્યા છે. આઈએનએલડીના પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલાએ દુષ્યંત અને દિગ્વિજય વિરુદ્ધ અનુશાસનહીનતાના આરોપો સાથે જોડાયેલા મામલાઓને પાર્ટીની શિસ્ત સમિતિને મોકલ્યા હતા. હરિયાણાની મુખ્ય વિપક્ષી પાર્ટી આઈએનએલડીની ગુરુગ્રામ ખાતેની કારોબારીની એક બેઠકમાં આના સંદર્ભે નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ છે કે હિસારથી લોકસભાના સાંસદ દુષ્યંત ચૌટાલા અને તેમના નાના ભાઈ દિગ્વિજય ચૌટાલા વિરુદ્ધના શિસ્તભંગના આરોપોને શિસ્ત સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતો. આઈએનએલડી દ્વારા જાહેર કરવામાં આવેલા એખ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શિસ્ત સમિતિને ૨૫ ઓક્ટોબર સુધી પોતાનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
Home National International ઓમપ્રકાશ ચૌટાલાએ બે પૌત્રો દુષ્યંત, દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી બરતરફ કર્યા