ઓફ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે ચાઇનામેન કુલદીપ યાદવ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમના નંબર-૧ સ્પિન બોલર હશે. હરભજને કહ્યું કે કુલદીપે પહેલા દિવસે વિકેટ પર જણાવી દીધુ હતુ કે તે શુ કરી શકે છે. તે હવામાં ઘીમે છે અને બોલને બન્ને તરફ હલાવી શકે છે.એવામાં ભારતીય ટીમ માટે મુખ્ય ખેલાડીની ભૂમિકામાં હોવા જોઇએ. ભવિષ્યમાં તે નંબર-૧ સ્પિન બોલર બની શકે છે.
હરભજન સિંગે વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીજમાં સારી બેટિંગ કરનાર ૧૮ વર્ષના બેટ્સમેન પૃથ્વી શૉની પણ પ્રશંસા કરી, તેને કહ્યું કે પૃથ્વી શૉ નિડર થઇને ક્રિકેટ રમે છે. તે દરેક ફોરમેટ પર કબજો જમાવવા માટે તૈયાર છે. પૃથ્વી શૉ વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ એક સદી અને અડધી સદી લગાવીને મેન ઓફ ધ સીરીજ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
હરભજન સિંહે કહ્યું કે પૃથ્વી જેવા યુવા ખેલાડીઓ માટે સારા પ્રદર્શનનો શ્રેય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ભારતીય ક્રિકેટ ટીમની આધારભૂત સંરચનાને જવું જોઇએ. હરભજન સિંહનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની પાસે સીરીજ જીતવાની આ સારી તક છે. તેમા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બન્ને ખેલાડીઓ સામેલ નથી. બોલ ટેમ્પરિંગના કારણે બન્ને પ્રતિબંધિત છે.