રાજુલામાં સંવેદનશીલ મતદાન બુથો ઉપર સેનાના જવાનો બાજનજર રાખશે

699
guj11112017-1.jpg

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય પીપાવાવ કથીવદર, વિક્ટર, દાતરડી વિસ્તાર સેના કમાન્ડો હવાલે સંવેદનશીલ બુથોના મતદારો પર બાજનજર રખાશે. આ બાબતે સરપંચો, ગામ આગેવાનો સાથે સ્થાનિક પીએસઆઈ રામવતની ખાસ બેઠક મળી હતી.
૯૮ વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય જેમાં પીપાવાવ, કથીવદર, વિસળીયા, નિંગાળા (૧), વિક્ટર, દાતરડી સુધી સંવેદનશીલ વિસ્તારો પર સેનાના કમાન્ડોની ફ્લેગમાર્ચ યોજાઈ. જેમાં સ્થાનિક પીપાવાવ મરીન પોલીસ મથકના પીએસઆઈ રામાવત, એએસઆઈ ડવભાઈ, સરપંચ અરજણભાઈ વાઘ (કથીવદર), સરપંચ વિસળીયા વિક્રમભાઈ શિયાળ, સરપંચ રાજુભાઈ મકવાણા તેમજ ગામ આગેવાનો સાથે ખાસ મહત્વની બેઠક યોજી દરેક ગામોમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે શાંતિપૂર્ણ મતદાન થાય, મતદાન કરવું તે ભારતીય સંવિધાનને માન આપવું. 
ફરજીયાત હોય આ બાબતે રાજુલા પી.આઈ. જાડેજાના માર્ગદર્શનથી તાલુકાભરમાં કાયદો વ્યવસ્થા બાબતે લાલઆંખ કરી છે. કોઈની શેહશરદ આ બાબતે નહીં રખાય.

Previous articleગાંધીનગર જિલ્લાની અનેક શાળાઓમાં મતદાર જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન
Next articleધોલેરા તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શિબિર કાર્યક્રમ યોજાયો