પૂર્વ MLA કામિનાબા રાઠોડ અને તેમના પતિ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ

784

દહેગામના કડાદરા ગામે મોડી રાત્રે ગરબા સમયે થયેલ ઝઘડા બાદ સમાધાનના ખર્ચ પેટે બાકી નીકળતા પૈસાની ઉઘરાણી અંગે બબાલ થઇ હતી. જૂથ અથડામણમાં બે લોકોને છરીના ઘા ઝીંકાયા હતા. જેમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, તેમના પતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભાઇ રાઠોડ સહિત ૭ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે.

કડાદરા રહેતાં અલ્પેશસિંહ ભૂપતસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ગત તારીખ ૧૫ મીએ કિરીટસિંહ બિહોલાએ ઝઘડાના સમાધાનના બાકી પૈસા આપવા અંગે ધમકી આપી હતી. બીજા દિવસે રાત્રેે મોડી રણવીરસિંહ તથા કેતનસિંહ બિહોલા ગરબા ગાતા હતા, ત્યારે નારણસિંહ અમરસિંહ અને કિરીટસિંહ બાદરસિંહે આવીને રણવીર સિંહને ચપ્પાના ઘા માર્યા હતા. તેમના ભાઇ અલ્પેશસિંહે આ અંગે નારણસિંહ બિહોલા, કિરીટસિંહ બિહોલા તેમજ કિરીટસિંહ બિહોલા સામે ખૂનના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. મંગળવારે રાત્રે ગરબામાં રણવીરસિંહ બિહોલા ગરબા ગાતા ગાતા હાથથી ઇશારા કરી નારણસિંહને ચીડવતા હતા. રણવીરસિંહે ચપ્પુ છાતીના ભાગે મારવા જતાં હાથમાં ઘૂસી ગયું હતું. તેમણે લાલભાઇ રાઠોડ, કામિનીબા રાઠોડ સામે દબાણમાં લાવી પીઠબળ પૂરું પાડવા અને ઉપર જણાવેલા અન્યો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.

Previous articleગાંધીનગર જિલ્લાના રખિયાલથી એકતા રથયાત્રાનો પ્રારંભ
Next articleપ્રસિધ્ધ વરદાયિની માતાજીની પલ્લીમાં ૧૦ લાખથી વધુ લોકો ઉમટયા