પ્રસિધ્ધ વરદાયિની માતાજીની પલ્લીમાં ૧૦ લાખથી વધુ લોકો ઉમટયા

956

ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે મા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઈ હતી. ગામમાં ૨૪ સ્થળોએ ફરી પલ્લી સવારે માતાજીના મંદિરની સામે બનાવેલા પલ્લી મંદિરમાં આવ્યા હતા. પલ્લી પર ભક્તોએ લાખો કિલો ઘીનો અભિષેક કર્યો હતો. ગત વર્ષે માતાજીની પલ્લીમાં ૫ લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો અને બે દિવસ દરમિયાન ૧૨ લાખથી વધુ ભક્તોએ પલ્લી અને મંદિરમાં દર્શનનો લ્હાવો લીધો હતો. રૂપાલમાં આખી રાત ઐતિહાસિક ધર્મોત્સવનું વાતાવરણ જામ્યું હતું અને ૧૦ લાખથી પણ વધુ ભક્તોએ માતાજીને દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન કરવાનો લહાવો મેળવ્યો હતો.

ગાંધીનગરથી ૧૩ કિલોમીટરના અંતરે રૂપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરેથી પલ્લી નીકળી હતી. જેમાં ૧૦ લાખથી વધુ ભકતો જોડાયા હતા. દરવર્ષની જેમ આ વર્ષે પણ લાખો લીટર ઘી ચઢાવામાં આવતા રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વર્ષે પાંચ લાખ કિલોગ્રામ ઘી ચઢાવામાં આવ્યું. સવામણનો ખીચડો તૈયાર થવા સાથે જ માતાજીની પલ્લી કાઢવાનો આદેશ મળતો હોય છે.

ખીજડાના વૃક્ષના લાકડામાંથી જ માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે. પાંડવોએ તો સોનાની પલ્લી બનાવી હતી. પરંતુ સમયાંતરે ખીજડાવા વૃક્ષમાંથી જ વર્ષોથી પલ્લી બનાવાય છે. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે અહીં રૂપાલ આવ્યા હતા અને માતાજીની પલ્લી કાઢી હતી. ત્યારથી અવિતરપણે આ પરંપરા હજુ પણ જળવાયેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નોમના દિવસે વણકરભાઇઓ ગામમાંથી ખીજડાનું વૃક્ષ કાપીને લઇ આવ્યા હતા અને ત્યારબાદ સુથારભાઇઓએ પલ્લી તૈયારી કરી હતી. આ ઉપરાંત કુંભાર, માળી, પિંજારા, પંચોલી, ચાવડા, ત્રિવેદી, પટેલ દરેક સમાજ એક યા બીજી રીતે જવાબદારી સાથે સંકળાયેલા હોય છે. ગામના ૨૭ ચકલાઓ આગળથી આ પલ્લી પસાર થઇ હતી.

રૂપાલ વરદાયિની માતાનું મંદિર પલ્લીને લઈને વધુ પ્રખ્યાત છે. આજે મોડી રાત્રિના પલ્લી તૈયાર થઈ ગયા બાદ સવામણનો ખીચડો તૈયાર થવા સાથે જ માતાજીની પલ્લી કાઢવાનો આદેશ મળ્યો હતો. ખીજડાના વૃક્ષના લાકડામાંથી જ માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે. પાંડવોએ તો સોનાની પલ્લી બનાવી હતી પરંતુ સમયાંતરે ખીજડાના વૃક્ષમાંથી જ વર્ષોથી પલ્લી બનાવાય છે. મહાભારતના યુધ્ધમાં વિજય મેળવ્યા બાદ શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે અહીં રૂપાલ આવ્યા હતા. અને માતાજીની પલ્લી કાઢી હતી. ત્યારથી અવિરતપણે આ પરંપરા હજુપણ જળવાયેલી છે.

રૂપાલમાં અત્યારે મેળાવડાનો માહોલ જામ્યો છે. બપોર પછી કેટલાક મુખ્ય રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. બપોરે વણકરભાઈઓએ ગામમાંથી ખીજડાનું વૃક્ષ કાપીને લઈ આવ્યા હતા અને ત્યારબાદ સુથારભાઈઓએ પલ્લી તૈયાર કરી હતી. પલ્લી તૈયાર કરવામાં આ ઉપરાંત કુંભાર, માળી, પિંજારા, પંચોલી, ચાવડા, ત્રિવેદી, પટેલ દરેક સમાજ એક યા બીજી રીતે જવાબદારીથી સંકળાયેલા છે. રૂપાલ ગામમાં આજે ભક્તિનો માહોલ જામ્યો છે. ગામના ૨૭ ચકલાઓ આગળથી આ પલ્લી પસાર થશે. આથી ત્યાં અત્યારથી જ ઘીના પીપળા મુકાઈ ગયા છે. રાત્રિના ૯થી ૧૦ વાગ્યાની આસપાસ પલ્લી સંપુર્ણપણે તૈયાર થવા સાથે જ પંચોલી ભાઈઓ દ્વારા માતાજીને નિવેધ માટે સવામણનો ખીચડો રાંધશે. આ ખીચડો તૈયાર થઈ જાય ત્યારે જ છેક માતાજીનો પલ્લી કાઢવા માટેનો આદેશ મળતો હોવાનું માનવામાં આવે છે.

માતાજીનો નિવેધ આસ્થા સાથે તૈયાર કરવામાં આવતો હોય છે માતાજીની પલ્લી પર શુધ્ધ ઘી ચડાવવા માટે ઘીના સ્ટોલ લાગી ગયા છે. તે સાથે સવારથી જ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા પુરવઠા વિભાગની ટીમ પણ ત્યાં તૈનાત થઈ ગઈ છે. અને ઘીના આ હંગામી વેચાણ કેન્દ્રો પર નજર રાખી રહી છે. જોકે આ લખાય રહ્યું છે ત્યાંસુધી નકલી ઘીનો જથ્થો પકડાયો નથી. છેલ્લા બે  વર્ષથી નકલી ઘીનો જથ્થો પલ્લી દરમિયાન પકડાયો હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવા માટે સુચના આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી રૂપાલ વરદાયિની માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. મંદિરનું કામ લગભગ પૂરું થવામાં છે. પરિસરનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Previous articleપૂર્વ MLA કામિનાબા રાઠોડ અને તેમના પતિ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ
Next articleજેડ બ્લુ દ્વારા સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો