સમગ્ર શહેરમાં આજે આ એક જોરદાર નિવેદન ચર્ચાઈ રહ્યું હતું. કેમ કે જેડબ્લુ ફરીએ એકવાર તેના સ્ટોર્સ પર કતદાન શિબીરનું આયોજન કરીને તેની વર્ષગાંઠ ઉજવી હતી.
પુરૂષોના લકઝરી લાઈફ સ્ટાઈલ રીટેઈલ સ્૭ોર જેડબ્લુએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાના સ્થાપના દિવસ દશેરાએ સળંગ સાતમી વખત રક્તદાન શિબીરનું આયોજન કર્યું હતું.
આ વર્ષે જેડબ્લુ દ્વારા ગુજરાતમાં રક્તદાન શિબિરનું પ્રમુખ નવ શહેરોમાં ઈન્ડિયન રેડક્રોસના સહકારથી આયોજન કરાયું હતું. આ વર્ષે તમામ શહેરોની કુલ મળીને ૩૧૦ લોહીની બોટલ એકત્ર થઈ હતી. જેમાં કંપનીના સીએમડી, ડાયરેકટર, એકસીકયુટીવ ડાયરેકટરર્સ, સ્ટાફમિત્રો, માનવંતા ગ્રાહકો અને પાડોશી સ્ટોર સભ્યોએ પણ રકતદાન કર્યુ હતું.