ગુજરાતની ૬૦૦ ટીડીએસ કંપનીઓ પર આઈટીની બાજ નજર : ત્રાટકવાની તૈયારીમાં

702

આવકવેરા ખાતાના અધિકારીઓએ ગુજરાતમાં ટીડીએસ ડિફોલ્ટર કંપનીઓ તરફ નિશાન તાકી લીધું છે અને આવી ૬૦૦ જેટલી કંપનીઓ પર તવાઈ ઉતરવાની તૈયારી છે. ચાલું વર્ષે આવકવેરા ખાતા દ્વારા ૩૦૦ ટકા જેટલા સર્વે કંપનીઓમાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીબીડીટી દ્વારા મળેલા માર્ગદર્શન મુજબ એક્શન લેવાની શરૂઆત થઈ છે.

રાજકોટ સહિત ગુજરાતની ૬૦૦ જેટલી કંપનીઓએ પોતપોતાના કર્મચારીઓના ટીડીએસ ડિડક્ટ કર્યા છે પરંતુ તે ડિપોઝીટ કરાવ્યા નથી માટે એમને ટીડીએસ ડિફોલ્ટર ગણવામાં આવ્યા છે.

આવકવેરા ખાતા દ્વારા અંદાજે ૬૦૦ જેટલી કંપનીઓ પર સર્વે કરવામાં આવશે જે ગયા વર્ષ કરતાં ૩૦૦ ટકા વધુ છે અને આ બધા ટેક્સ ડિફોલ્ટર કંપનીઓ છે. કર્મચારીઓની સેલેરીમાંથી ટેક્સ ડિડક્શન કર્યા બાદ આ કંપનીઓએ આ રકમ જમા કરાવી નથી. આ બાબતની જાણ થતાં સીબીડીટીએ આવકવેરા ખાતાને આવી કંપનીઓ પર તૂટી પડવાનો આદેશ આપ્યો હતો. જે કંપનીઓના સર્વે કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૪૦૦ જેટલી કંપનીઓ બહાર આવી છે. આ બધા શહેરોમાં ૧૦૦ કંપનીઓ પર નિશાન તાકી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે આવકવેરા ખાતાએ ૨૦૯ જેટલા સર્વે કર્યા હતા. સીબીડીટીએ ટીડીએસ ડિફોલ્ટર કંપનીઓ સામે ભારે આક્રમણ વલણ ધારણ કરી લીધું છે કારણ કે કંપનીઓ દ્વારા ટીડીએસ કાપી લઈને જમા નહી કરાવવાથી કર્મચારીઓની તકલીફોમાં વધારો થયો છે. કર્મચારીઓ તો પોતાનો ટેક્સ ભરી દે છે પરંતુ કંપનીઓ જમા કરાવતી નથી એટલા માટે જ વ્યાપક સ્તર પર સર્વે કરવાની આવકવેરાને સુચના અપાઈ છે અને આવી કંપનીઓ પાસેથી ટીડીએસ રિકવર કરવાનો આદેશ અપાયો છે.

ગુજરાત આઈટીના પ્રિન્સીપલ ચીફ કમિશનરે જણાવ્યું છે કે ટીડીએસ ડિફોલ્ટર કંપનીઓ એ એક ગંભીર બાબત છે કારણ કે ડિફોલ્ટર કંપનીઓ સ્ટેટના નામે રેવન્યુ કલેક્ટ કરે છે અને જમા કરાવતી નથી. આઈટી ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની એમની ફરજ છે. આવા કેસોને સોફટ રીતે હાથ ધરી શકાય નહી. બધા સામે સખત રીતે કાયદાકીય કાર્યવાહી થશે. દૂબઈમાં હાઈએન્ડ પ્રોપર્ટીઓની ખરીદી કરનારા એટલે કે, પ્રાઈમ હાઉસના ખરીદાર ભારતીયો તરફ આવકવેરા ખાતાની નજર ગઈ છે. આવા ૭૫૦૦ જેટલા ભારતીયો અંગે આવકવેરાનાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. આવકવેરા ખાતાની ઈન્ટેલિજન્સ અને ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન પાંખ દ્વારા ડિટેઈલ મેળવાઈ છે. આ બ્યુરોનાં અધિકારીઓએ દૂબઈમાં રીઅલ એસ્ટેટમાં રોકાણ કરનારા ભારતીયોનો ડેટા મેળવી લીધો છે. વિદેશમાં આવા જંગી રોકાણ આવવાના ફંડના સ્ત્રોત અંગે તપાસ શરૂ થઈ છે.

Previous articleHSRPની મુદ્દતમાં ચાર માસનો વધારો થતા લોકોમાં ઉદાસીનતા !!
Next articleગુજરાતમાં એકતા યાત્રા બે ચરણમાં યોજવાનો નિર્ણય : મંત્રી ચુડાસમા