તળાજાના બોરડા ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવ દિવસ નવરાત્રી અને દશેરાના દિવસે મહાકાળી માતાજીનું ખપ્પર કાઢવામાં આવ્યું હતું. ડાક ડમરૂ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ચાર ચોકમાં ચાચર પુરવામાં આવ્યા હતાં. માતાજીના ભુવા અને તમામ ગામના લોકો ઉમટી પડ્યા હતાં. મહાકાળી માતાજીનો વેષ ભુષા સાથે મંદિરથી દરેક શેરીઓમાંથી સ્મશાનમાં દર્શન કરવા માટે હાઈવે પર વાહનો પણ મોટી સંખ્યામાં ઉભા રહીને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતાં. મહાકાળી માતાજીનો વેષભુષા ખોડાભાઈ ધુંધળવાએ આબેહુબ ભજવ્યો હતો. તમામ સમાજના લોક સપીને જોડાયા હતાં.