મહુવા તાલુકાના મોટી વડાળ રેણુકા બારોટ સુરાપુરા રામબાપુ પરિવારના કુળદેવી ચામુંડા માંના મઢે નવરાત્રી મહોત્સવ યોજાયો જેમાં નવ દિવસ અનુષ્ઠાન, અખંડ જયોત, જુવારા વાડી રાત્રે દરરોજ માતાજીના ગરબા રાસોત્સવ અને આઠમાં નોરતે હોમાત્મક યજ્ઞ માતાજીના મઢના નવ નેવેદ જેમાં ખેતલીયા દાદા, ચામુંડામાં સીંધના શીકોતેરમાં, બ્રહ્માણીમાં, ખોડીયારમાં, આવડમાં, શ્રી મોગલમાં અને ધર્મવીર જેણે ગાયો માટે વારે ચડી ગાયોની રક્ષા માટે માથા વગરના ઘડ ૩૦ માઈલ જે સવારકુંડલાની મેલડીથઈ લઈ શેત્રુંજી સામે કાંઠે સરંભડા સુધી ધર્મ રક્ષા માટે મેરામબાપુ ઉર્ફે સરમણ ખુમાણની સાથે માથા વગરના ધડ લડી વિરગતી પામેલા તેવા રેણુકા બારોટ પરિવારના સુરાપુરા રામબાપુ પરિવારના અત્યારે ૩૧ ઘર જે મોટી વડાળ, સાવરકુંડલા, ઢસા, ભાવનગર રાજકોટ, જેતપુર, અમદાવાદ, મુંબઈ, મહુવા, જુના સાવર સુધીમાં વસે છે તે ગોઠી પરિવાર જેને જેના યથા યોગ્ય શ્રધ્ધા મુજબ સુરાપુરા રામબાપુની માનતા રાખે છે અને આ કળીયુગમાં જેણે જેણે શ્રધ્ધાથી રાખેલ માનતાઓ ફળીભૂત થાય છે. તેવા જાગૃત સુરાપુરા રામબાપુના અનેક પરચાઓ ૩૧ ઘર સિવાય ગમે તે બારોટ સમાજ ભાણેજ પક્ષ અરે શ્રધ્ધાથી રાખેલ માનતાઓ મોટી વડાળ ગામથી અન્ય ગામોની માનતાઓ આવે છે. જે નવરાત્રી મહોત્સવ શિવાય આ મઢે કડક રીતે પાલન કરવામાં આવે છે. મઢના ભુવા કમલેશભાઈનો પરિવાર, અમરૂભાઈનો પરિવાર, આપભાઈનો પરિવાર, નાગભાઈનો પરિવાર, ઓધાભાઈનો પરિવાર, પથુભાઈનો પરિવાર, બચુભાઈનો પરિવાર, શીવદાનભાઈનો પરિવાર લાખાભાઈને પરિવાર આ કડક નિયમ કયા તો માતાજીના રાખડીબંધ ભુવા કમલેશભાઈ શિવાય બહારના કોઈ પણ ભુવાઓને માત્ર પગે લાગવું દર્શન કરવાના અધિકારી શીવાય ખોટા હાઉ હાઉ કરી ધુણવા પ્રથા બંધ છે. જેનું તમામ ગોઠીભાઈઓ પાલન કરી મઢને ચોખ્ખો રાખવા નિયમનું પાલન કરે છે. તેમજ આ મઢ મોટી વડાળે સ્થાપિત થયાને ૧પ વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરી મહાયજ્ઞ દ્વારા તમામ માતાજી અને સુરાપુરા રામબાપુને મઢમાં પધરાવેલ છે.