ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સારદાર યુવા મંડળ ભાવનગર દ્વારા અને ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી ભાવનગર શહેર અને ગારિયાધાર શહેરમાં નાળીયેરી રેસા તાલીમ વર્ગ યોજેલ આ તાલીમ વર્ગની ૬૦ બહેનોને વિનામુલ્યે સિલાઈ મશીનો અને પગલુછણીયાના મશીનોના વિતરણ કાર્યક્રમ સરદાર યુવા મંડળ કાર્યાલય ભરતનગર ખાતે પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત જીતુભાઈ વાઘાણી તથા ઉપસ્થિત મહેમાનોની હસ્તે દીપ પ્રાગટય કરેલ તેમજ સ્વાગત પ્રવચન મંડળના પ્રમુખ ભરત મોણપરાએ કરેલ ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કરેલ તેઓ સરદાર યુવા મંડળની કામગીરીની બીરદાવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનમાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નગરસેવકો ઉર્મિલાબેન ભાલ, કિર્તિબેન દાણીધરીયા, દિવ્યાબેન વ્યાસ, ડી.ડી.ગોહેલ, કુલદિપ પંડયા, સહદેવ પરમાર, જસુભા ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, ગારિયાધારથી પુર્વનગર પાલિકાના ઉપપ્રમુખ રમેશ વાજા, પુર્વ સદસ્ય આલજીભાઈ ખીમસુરાયા, ખોડાભાઈ કંટારીયા, નરેન્દ્રસિંહ જાડેજા તેમજ ભાવનગર મહાપાલિકાના મેયર મનભા મોરી સહિત ઉપસ્થિત રહેલ. તેઓના હસ્તે લાભાર્થી બહેનોને સીલાઈ મશીનો પગ લુછણીયાના મશીનો વિતરણ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના ભરત મોણપરા, યોગેશ દિયોરા, શાંતિ ગોયાણી, અશોક મકવાણા, ચેતન બાંભણીયા, ભરત મકવાણા, કાનજી બાંભણીયા, મહીપતસિંહ ગોહિલ સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.