રાજુલા ખાતે આરએસએસ દ્વારા પથ સંચલન, શસ્ત્રપુજન કરાયું

819

રાજુલા ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા ઈતિહાસિક વિજયાદશમીના રાષ્ટ્રના ગૌરવ સમા કાર્યક્રમો યોજાયા જેમાં બાબરીયવાડના સૌપ્રથમ બહુ જ બહોળી સંખ્યામાં યુવાનો વડિલો જોડાઈને આરએએસના યુનિફોર્મમાં સજજ સ્વામિનારાયણ મંદિરે આરએસએસ સંસ્થાનો મુખ્ય તહેવાર જેમ રાજપુતનાનો મુખ્ય તહેવાર શસ્ત્ર પુંજન સમડી પુંજન છે. તેમજ રાષ્ટ્રહીત માટે આરએસએસના ૧૯રપના નાગપુર ખાતે ડોકટર કેશવરાવ બલીરામ હેડગેવાર માત્ર ૧પ થી ર૦ યુવાનો વડીલો મળી માત્રને માત્ર રાષ્ટ્ર માટે ન્યોછાવર થવું અને જેને રાષ્ટ્રીય સ્વયંમ સેવક આરએસએસમાં જોડાવું તેમણે એક રાષ્ટ્રીય સંન્યાસી જેવું જીવન રાષ્ટ્રને અર્પણ કરવું તે ૧૯રપનો દિવસ વિજયાદશમી હતો અને તે દિવસેથી આજ સુધીમાં રાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું વટવૃક્ષ બનીને ઉભં છે. તેના સુપ્રિમો હાલ મોહનજી ભાગવતના એક ઈશારે રાષ્ટ્ર માટે ખપી જવા સૈનિકો તૈયાર છે જે રાષ્ટ્રમાં કપાય પણ કુદરતી આપતી સમયે જે તે રાજયમાં સેવા આપી રહ્યા છે તે વિજયાદશમીનો ઈતિહાસિક હિન્દુ જાગૃતિ માટે રાષ્ટ્ર ભક્તિ માટે રાજુલામાં ઉજવાયો જેમાં પ્રથમ માર્કેટીંગ યાર્ડ ખાતે આરએસએસની શાખા ભગવા ધ્વજવંદન પ્રાર્થના બાદ બહોળી સંખ્યામાં પુરા ગણવેશ સાથે પથ સંચલન જે રાજુલા શહેરનાં રાજ માર્ગો પર દંડ સાથે મહારેલી જે સ્વામીનારાયણ મંદિરે ફરી પાછું ધ્વજવંદન અને શસ્ત્ર પુંજનનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, વનરાજભાઈ વરૂની યુવા ટીમે પણ આરએસએસ સંસ્થાના સ્થાપના દિન વિજયાદશમીની વિશાળર ેલીમાં ભાગ લીધો જે રેલી બાબરીયાવાડની જનતામાં આકર્ષણનું કેન્દ્ર બની જેમાં બાબરીયાવાડના યુવાનો વડીલો ખુબ આકર્ષીત થઈ જોડાયા હતાં.

Previous article૬૦ બહેનોને વિનામુલ્યે આખા આટાના સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleબે ચોરાઉ બાઈક સાથે સિહોરનો યુવાન ઝડપાયો