સૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રાનું મંત્રી ચુડાસમા દ્વારા પ્રસ્થાન

1066

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રા પ્રસ્થાન સમારોહ  પ્રભારી મંત્રી અને રાજ્યનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના કુલ ૦૫ એકતા રથને મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.  આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયા બાદ ૫૬૨ રજવાડાને એક છત્ર નીચે લાવી અખંડ ભારતનું નિર્માણ કરવાનું કામ સરદાર સાહેબે કર્યુ હતુ આ પવિત્ર કામમાં શ્રેષ્ઠ એવાં પ્રજા વત્સલ રાજવી મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી એ પોતાનું ભાવનગર રાજ્ય સૌ પ્રથમ દેશને સમર્પિત કરી અખંડ ભારતના નિર્માણ માટે અન્ય રાજા, રજવાડાને પ્રેરીત કરી મહામાનવ જેવું કામ કર્યુ હતુ. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ રાષ્ટ્રપ્રેમ નો કાર્યક્રમ છે. સરદાર સાહેબના ઋણ ને યાદ કરી તેમના પ્રત્યે ક્રુતજ્ઞભાવ વ્યક્ત કરવાના હેતુસર એકતા રથયાત્રા જિલ્લાના ગામે ગામ તા. ૨૦ થી ૨૯ ફરશે અને સરદાર સાહેબે કરેલાં કાર્યો ફીલ્મ થકી લોકોને દર્શાવશે. પહેલાં ફરજ અને પછી કુટુંબ પ્રત્યેની જવાબદારી તે સંદેશો સરદાર સાહેબના જીવનમાંથી મળે છે. અમારા વિચારો મહાપુરૂષોએ કરેલાં કામોનું એપ્રેસીએશન કરવાનું છે. સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેન્દ્ર સરકારે નિર્માણ કરી અને વિશ્વના લોકોને એકતાનો સંદેશો આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો છે.

આ કાર્યક્રમમાં ભાવનગરના મહારાજા જયવિરરાજસિંહ, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ,જિલ્લાના ધારાસભ્યો કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ, ડીરેકટરગાયત્રીબા સરવૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, માજી મંત્રી આત્મારામભાઈ પરમાર, વલ્લભભાઈ વઘાસીયા, ચીમનભાઈ શાપરીયા, બોટાદ જિલ્લા અગ્રણી સુરેશભાઈ ગોધાણી, મેયર મનહરભાઈ મોરી, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ,નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંડ્યા,જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફીસર, ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાનાં પદાધિકારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Previous articleએકતા રથયાત્રા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
Next articleજવાહર મેદાનમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહન