જવાહર મેદાનમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહન

1872

શહેરના જવાહરમેદાનમાં આજે દશેરા નિમિત્તે સિંધી સમાજ ભાવનગર નવરાત્રી- દશેરા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતાં. રાવણ દહનના કાર્યક્રમ પુર્વ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર મનભા મોરી, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભરતસિંહ ગોહિલ, કોંગ્રેસના શહેર પ્રમુખ રાજેશ જોષી તેમજ સિંધી સમાજના ધર્મગુરૂ ભાઈસાહેબ દિપકકુમાર તથા સિંધી સમાજના આગેવાનો સહિતના હસ્તે મેઘનાદ, કુંકર્ણ અને રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતાં.

Previous articleસૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રાનું મંત્રી ચુડાસમા દ્વારા પ્રસ્થાન
Next articleજમ્મુ કાશ્મીર : ૫ ત્રાસવાદી ભીષણ અથડામણમાં ફૂંકાયા