ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટરકોલેજ કુસ્તીની સ્પર્ધામાં વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.