જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે વર્ધમાન પરિવાર દ્વારા આગમ મંદિર જૈન ધર્મ શાળામાં એક ફૂડ કેમ્પનું આયોજન કરેલ. જેમાં ૩૦ થી ૪૦ જેટલા સાધ્વીજી ભગવંતો હાજર રહ્યાં હતા.
આજરોજ જૈન તિર્થનગરી પાલીતાણામાં સાધ્વી ભગવંતો માટે બંસરીબેન બકુલભાઈ ઝવેરીએ ફુડ કેમ્પનું આયોજન કરેલ. આ આયોજનમાં ૩૦ થી ૪૦ જેટલા સાધ્વીજીઓએ કેમ્પમાં લાભ લીધો હતો. ડો.એસ.કુમાર દ્વારા જણાવેલ કે, ડાઈડ ફૂડ દ્વારા દરેક રોગનું નિવારણ કરી શકાય છે. જેમ કે ડાયાબીટીસ હાર્ડ બ્લોકેજ જેવા રોગોનું ફ્યુચર જનરેશનની સેલ્યુલર થેરાપી દ્વારા રોગોનું નિવારણ કરી શકાય છે. આ કેમ્પ પાલીતાણામાં ૩ થી ૪ જગ્યાએ યોજવામાં આવ્યો હતો.