ગૃહમંત્રી રાજનાથ સિંહ બીકાનેરમાં બીએસએફના પશ્વિમી કમાનના સેકટરના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા દરમિયાન આયોજિત કાર્યક્મમાં કહ્યું કે સીમાઓની સુરક્ષામાં તકનીકી સમાધાનના ઉપયોગ પર જોર આપવામાં આવી રહ્યું છે. જેથી જવાનોને ૨૪ કલાક ઉભા રહેવું નહી પડે રાજનાથ સિંહ બીકાનેરના સીમાવર્તીમાં બે દિવસીય પ્રવાસ પર છે.
રાજનાથ સિંહે કહ્યું કે કાશ્મીરમાં દસ કિલોમીટર અને અસમમાં ૬૦ કિલોમીટરનો પાયલટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં આનો એક પ્રોજેકટ શરૂ કરવામાં આવશે જેથી દેશની ચારેય સરહદ સુરક્ષિત રહેશે.
કાશ્મીર મુદ્દા પર વાત કરતા એક સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે અમે ઈચ્છે છે કે કાશ્મીરમાં શાંતિ બની રહે. ત્યાં વિકાસ જરૂરી છે. તેમાટે અમે સાથે મળીને પ્રયાસરત છે. ખાસ કરીને કાશ્મીરને બજેટ પણ વધારે આપવામાં આવી રહ્યું છે.