લાલ કિલ્લાની લવ-કુશ રામલીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે. પીએમ મોદી લાલ કિલ્લા મેદાનમાં રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળા દહન કરશે. લાલ કિલ્લાની સામે સ્થિત રામલીલા મેદાનમાં રાવણ દહનની પરંપરા ૧૯૨૪થી ચાલી આવે છે, પરંતુ લવ-કુશ રામલીલાની શરૂઆત ૧૯૮૮માં થઈ હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા. કોવિંદે કહ્યું- અનુશાસિત જીવન શૈલી સમાજમાં આપણને બધાંને આપણી જવાબદારીનું ભાન કરાવે છે.
રામકથામાં આવી જ પ્રાસંગિકતા જોવા મળે છે. આપણે રામના જીવનથી મળેલી શિક્ષાને લઈને જીવનમાં આગળ વધવું જોઈએ. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.