પરમાણુ ઉર્જાના વિકાસ માટે વાસ્તવિક્તા સમજવી જોઈએ : ડો.નિલમ ગોયલ

821
bvn11112017-5.jpg

ભાવનગર શિપ રીસાયકલીંગ એસોસીએશનમાં પરમાણુ ઉર્જા અને ભારતના વિકાસ ઉપર આધારીત યોજનાઓ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસોસીએશનના કર્મચારીઓ હાજર હતાં. સેમિનારમાં ડો. નિલમ ગોયલે જણાવ્યુ કે કોઈપણ યોજનાનું આયોજન કરવા માટે તે યોજના બાબતેની પુરી જાણકારી હોવી બહુ જરૂરી છે જેથી યોજના સમયસર શરૂ થઈ શકે.
આજે પરમાણુ ઉર્જા કાર્યક્રમ દેશની બહુ મોટી યોજના છે પરંતુ લોકોનો સારો સહયોગ નહી હોવાના કારણે પરમાણુ ઉર્જા થી વિજળી બનાવવાના ક્ષેત્રમાં ભારત બહુ પાછળ છે. આવનારા સમયમાં આપણી પાસે કોલસો સમાપ્ત થઈ જશે, પાણી થી તેમજ હવાથી આપણે આટલી વિજળી નથી બનાવી શકતા અને સૂર્ય થી પણ આપણે દિવસમાં જ વિજળી બનાવી શકીએ છીએ. રાત્રી તેમજ વરસાદમાં નથી બનાવી શકતા. જયારે વિજળીની તો આપણને ર૪ કલાક જરૂર છે જેથી આપણે વિજળી ઉત્પાદનનો આ રસ્તો જોવાનો છે જ આપણને લાંબા સમય સુધી વિજળી આપી શકે સાથોસાથ તે સસ્તી પણ હોય અને પર્યાવરણમાં ઉત્તમ પણ હોય, અને ભારતની પાસે પરમાણુ ઉર્જા સ્વરૂપે વિજળી બનાવવાનો સર્વોતમ વિકલ્પ મૈાજુદ છે પરંતુ પરમાણુ ઉર્જાનો શાંતિમય ઉપયોગ વિજળી બનાવવામાં થાય છે જેનો આપણી આસપાસ કોઈપણ નકારાત્મક પ્રસંગ ઉપસ્થિત નથી થયો. કોઈપણ પરમાણુ વિજળી ઘરની સ્થાપનાની આજુબાજુના લોકોને સીધી તેમજ આડકતરી રીતે રોજગાર મળે છે આજુબાજુના વિસ્તારનો વિકાસ થાય છે લોકોનંુ જીવન સ્તર સુધરે છે. 
લોકોના મનમાંથી મીઠી વીરડી વિધુત પરિયોજના બાબતે શંકાકુશંકા દુર અને લોકો ભાવનગર તેમજ દેશના વિકાસમાં પોતાની ભાગીદારી બનાવે. 

Previous articleપાલીતાણાની જૈન ધર્મશાળામાં ફુડ કેમ્પનું કરાયેલું આયોજન
Next articleમજલીશ અને માતમનો કાર્યક્રમ યોજાયો