ચીને બનાવ્યું સૌપ્રથમ ‘એમ્ફિબિયસ’ પ્લેન

664

વિશ્વની બાજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન વિશ્વસ્તરે પોતીની તાકાત વધારી રહ્યું છે. તેની ટેકનોલાજી દુનિયાભરમાં વિખ્યાત છે અને તેના તોલે બીજો કોઇ દેશ આવી શકે એમ નથી. પોતાની સમૃદ્ધ ટેકનોલોજીને આધારે ચીને હાલમાં જ નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે એક અવું વિમાન બનાવામાં મહારત હાસિલ કરી છે જે પાણી અને જમીન બન્ને પર ઉતરી શકે અને ઉડાન ભરી શકે છે. આ પ્રકારના વિમાનને ઉભયચર વિમાન અથવા એમ્ફિબિયસ પ્લેન કહેવામાં આવે છે.

હાલમાં જ ચીને ઉભયચર વિમાનનું સફળ પરીક્ષણ કર્યુ છે, જે આ પ્રકારના વિમાનોમાં વિશ્વસ્તરે સૌથી મોટુ વિમાન છે. વિમાનને બનાવા પાછળ એક સિદ્ધિ એ પણ છે કે આ વિમાન સંપૂર્ણપણે ચીનમાં બનાવવામાં આવ્યું છે. જેને ચીનની એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇનાએ બનાવ્યું છે.

શનિવારે જિંગમેન પ્રાંતના ઝાંગી રિઝર્વોયર ખાતે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલા વિમાનનો મહિનાની શરૂઆતમાં પહેલી વાર ૧૪૫ કિમીની ઝડપે વોટર ટેસ્ટિંગ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. વિમાનની ખાસિયત એ છે તે સતત ૧૨ કલાક ઉડાન ભરી શકે છે. આ વિમાનની લંબાઇ ૩૭ મીટર છે જે બોઇંગ ૭૩૭ની બરાબર છે.

આ સિવાય ચીન વિશ્વનું સૌથી મોટું એમ્ફિબિયસ વોરશીપ બનાવી રહ્યું છે. જે ૨૦૧૯ સુધીમાં તૈયાર થશે અને ૨૦૨૦માં ચીનની સેનામાં જોડાશે. માનવમાં આવી રહ્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા સાથે વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ચીને આ યુદ્ધ જહાજ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય બાબત છે કે ચીન અમેરિકા પછી વિશ્વની બીજી મોટી શક્તિશાળી નૌસેના ધરાવે છે.

Previous articleટ્રમ્પ ૨૬ જાન્યુઆરીએ ભારત નહિ આવે..?!!
Next articleઓવૈસી હદમાં રહે, રામ મંદિર અયોધ્યામાં બનશે નહી કે હૈદ્રાબાદમાંઃ સંજય રાઉત