મી ટુ અભિયાન હેઠળ એકપછી એત મોડલ અને ટોપની અભિનેત્રીઓ સતત પોતાના કડવા અનુભવ રજૂ કરી રહી છે. બોલિવડના અનેક નિર્માતા નિર્દેશકો આ અભિયાન હેઠળ સકંજામાં આવી ચુક્યા છે. બોલિવુડના ટોપના લોકો ગંભીર પ્રકારના જાતિય સતામણના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ યાદીમાં હવે વિપુલ શાહનુ નામ પણ જોડાઇ ગયુ છે. ઇરાની અભિનેત્રી અને મોડલ એલ્નાજ નોરોજીએ નિર્દેશક વિપુલ શાહ પર આરોપ મુકતા કહ્યુ છે કે વિપુલ શાહ તેને વારંવાર કિસ કરવા અને સ્પર્શ કરવા માટેના પ્રયાસ કરતા હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો એન્લાજ નોરૌજીએ મોટો ખુલાસો કરતા કહ્ય છે કે વિપુલ શાહ તેને નમસ્તે લંડનમાં લેનાર હતા. એલ્નાજના મેનેજરે કહ્યુ છે કે વિપુલ તેમને સેકન્ડ લીડ રોલમાં લેવાની વિચારણા કરી રહ્યા હતા.પહેલા આ ઓફર જેક્લીનને આપવામાં આવી હતી. જો કે જેક્લને ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મુલાકાત થયા બાદ વિપુલે એન્લાજ સાથે આ પ્રકારે વાતચીત કરી હતી જેમ કે તેઓ ફિલ્મમાં લેવા માટે તૈયાર છે. વિપુલે કહ્યુ હતુ કે આના માટે હવે માત્ર લુક ટેસ્ટ આપવાની જરૂર છે. સાથે સાથે પેપર સાઇન કરવાના રહેશે.