વિજય હજારે ટ્રોફીને સેમીફાઇનલ મુકાબલામાં દિલ્હીએ ખૂબ રોમાન્ચક મુકાબલામાં ઝારખંડને ટક્કર આપી ફાઇનલમાં જગ્યા બનાવીછે. અંતિમ ઓવર્સમાં બે વિકેટથી થયેલી દિલ્હીની આ જીતે ટીમ ઇન્ડિયાના ફિરકી બોલર હરભજન સિંહને નારાજ કરી દીધો છે અને હરભજનની નારાજગી કોઇ ટીમથી નહીં પરંતુ એ ખેલાડીથી છે આ મુકાબલામાં રમ્યો નથી. તે ખેલાડી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની છે. આ રોમાન્ચક મુકાબલામાં ઝારખંડની હાર બાદ હરભજને ટ્વીટ કરીને ધોની પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હરભજનનું કહેવું છે કે કેપ્ટન ગૌતમ ગંભીરને શુભેચ્છા. દિલ્હીને શુભેચ્છા અને પવન નૈગીને પણ શુભેચ્છા. પરંતુ કોણ જાણે છે કે ધોની આ મેચમાં રમી રહ્યો હોતતો પણ શુ પરિણામ આવતું. ઝારખંડે ધોનીને ખૂબ મિસ કર્યો હશે. જોકે આ મુકાબલો હતો જ એવો કે જેમા ધોનીની હાજરી ફરક પેદા કરી શકતી હતી. ૨૦૦ રનના ટારગેટનો પીછો કરતા એક સમયે ૧૪૯ રન પર ૮ વિકેટ ખોઇ દીધી હતી. પરંતુ પવન નેગી અને નવદીપ સોનીએ અંતિમ સમયમાં સુધી ટકીને ટીમને જીતાડી દીધી હતી. ભારતને ચીફ સેલેક્ટરનું કહેવું હતુ કે ધોની વિજય હજારે ટ્રોફીમાં રમશે પરંતુ બાદમાં ધોનીએ રમવા માટે ઇન્કાર કર્યો હતો.