કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં દશેરા નિમિતે દશ જેટલા દુષણોરૂપી રાવણને પ્રતિક રૂપે દહન કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે માણસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘુ શિક્ષણ, મોંઘવારી, રોજગારી, ખેડૂતોની આત્મહત્યા, મહિલાઓની અસલામતી, ખેડૂત વિરોધી, ભ્રષ્ટાચાર સહીતના દશ માથારુપી રાવણનો દહન કર્યું હતું.
ધારાસભ્ય સુરેશભાઈ પટેલના નેતૃત્વમાં આયોજીત આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારી વિરૂદ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. માણસા બાદ આજે જિલ્લાના બીજા વિસ્તારોમાં પણ રાવણ દહનના કાર્યક્રમો યોજાવાનો હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું.